શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપનો હાથ ઉપર, જાણો કોણ ક્યાં જીત્યું?
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરાતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. વાપીની 44 બેઠકોમાંથી 42 પર ભાજપે વિજય સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. વાપીમાં બે બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે સુરતના કનકપુર-કસાડ નગરપાલિકામાં 27 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ગોંડલ તાલુકા પંચાયતની વાત કરીએ તો 22 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપનો, જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બાવળા નગરપાલિકાની તમામ 4 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
છોટાઉદેપુર નગર પાલિકાની વોર્ડ નંબર 2 ની ત્રણ બેઠકો અને વોર્ડ નંબર 5 ની એક બેઠક ઉપર પેટા ચૂટની યોજાઇ હતી, જેમાં વોર્ડ નંબર બે માં ત્રણ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ હતો જેમાં ભાજપે ત્રણે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે, જ્યારે વોર્ડ નંબર પાંચની એક બેઠક કોંગ્રેસ ના ફાળે ગઈ છે. છોટાઉદેપુર નગર પાલિકામાં અગાઉ કોંગ્રેસના મેન્ડેડ ઉપર ચુંટણી જીત્યા બાદ પાલિકા પ્રમુખ બનેલા અલ્પા શાહ અને ઉપપ્રમુખ બનેલા ઈર્શાદ બલોચ સહિત કોંગ્રેસના ચાર સભ્યો ભાજપમાં જોડાયા હતાં. જોકે તેઓની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ અનેક રાજનીતિક દાવપેચ રમવા છતા પણ સત્તા ઉપર બેસવામાં સફળતા મેળવી શક્યા ન હતાં અને તેમણે પોતાના સભ્યપદ ઉપરથી રાજીનામુ આપી દીધુ હતું, જેથી આ ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં પૂર્વ પ્રમુખ અલ્પાબેન શાહ સાથે ભાજપના ત્રણ ઉમેદવાર વિજય થયા, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પૂર્વ ઉપપ્રમુખ ઈર્શાદ બલોચ કોંગ્રેસ સામે પરાજિત થતાં એક બેઠક ઉપર કોંગ્રેસે સફળતા મેળવી છે.
બાવળા નગરપાલિકામાં ખાલી પડેલ 4 બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ 4 બેઠકો પર બીજેપીનો ભગવો લહેરાયો છે. બાવળા નગર પાલિકામાં કૉંગ્રેસના 3 ઉમેદવારો ભાજપમાં સામેલ થતાં પક્ષાતર ધારા હેઠળ 3 બેઠકો ખાલી પડી હતી તથા બીજેપીના નગરપાલિકા પ્રમુખનું અવસાન થતાં 1 બેઠક ખાલી પડતાં કુલ 4 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. બાવળા નગરપાલિકાની 4 બેઠકો પરની પેટા ચૂંટણીમા ભગવો લહેરાતાં 4 બેઠકોની પેટા ચૂંટણી પર બીજેપીના ઉમેદવારોની જીત થઈ છે. કુલ 27 બેઠકોની બાળવા નગરપાલિકાની બોડીમાં હાલ 4 બેઠકો સાથે હવે બીજેપી 21 બેઠક, કૉંગ્રેસ 6 બેઠક, બસપા 1 થઈ છે.
- બનાસકાંઠા જીલ્લા પંચાયતની ત્રણ બેઠકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બે બેઠક ભાજપે કબજે કરી છે, જ્યારે એક બેઠક કોંગ્રેસનાં ફાળે ગઈ છે. અગાઉ ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો.
- બનાસકાંઠા જીલ્લા પંચાયતની અંબાજી બેઠક ઉપર કોંગ્રેસનો વિજય. કોંગ્રેસનાં ઉમેદવાર રવીરાજ ગઢવી બન્યા વિજયી.
- બનાસકાંઠાના નાંદોત્રા ભાખર જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેન્દ્ર જોશીનો 9889 મત સાથે વિજય થયો છે. કોગ્રેસનાં ઉમેદવાર નાથૂભાઈ અસાણીયાને 9540 મત મળ્યા છે.
- ખેડાના ગળતેશ્વર તાલુકાની વસો બેઠકની પેટા ચુંટમાં કોંગ્રેસના સ્નેહલબેન નીલેશકુમાર પટેલ 865 મતે વિજય થયો છે.
- ખેડાની માતર તાલુકા પંચાયતની આંતરોલી બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના લલીતાબેન રાઠોળ 347 મતે વિજયી.
- વડોદરા જિલ્લા ના કરજણ તાલુકાની વલણ બેઠક પર કૉંગ્રેસના મુબારક પટેલની જીત.
- સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં બે વોર્ડમાં ખાલી પડેલ જગ્યા માટે પેટા ચુંટણીનું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નં-4 માં કોંગ્રેસ બિનહરીફ, વોર્ડ નં-6 માં ભાજપના લક્ષ્મીબેન મણુંસિંહ રાઠોડનો 211 મતે વિજય,
એક કોંગ્રેસ-એક ભાજપને ફાળે.
- બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયત સીટ નં ૧ની પેટા ચૂંટણીમાંકૉંગ્રેસના ઉમેદવાર મગનજી પરમારની ૧૧૧૪ મતથી જીત.
- બનાસકાંઠા ધાનેરા નગર પાલિકા વોર્ડ ન.3 ભાજપનો વિજય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement