live updates: બ્રિટનના વડાપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, આશ્રમમાં ચરખો કાંત્યો
બોરિસના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રુટ ઉપર રોડશો આયોજીત કરવામાં આવ્યો છે.
LIVE
Background
અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ભારત પહોંચ્યા છે. બ્રિટનના વડાપ્રધાન આજે અમદાવાદ પહોંચ્યા છે. બોરિસ જોનસન ગુજરાતના પ્રવાસે આવનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન છે. .બોરિસ જોનસન તેમના બે દિવસીય ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. બોરિસના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રુટ ઉપર રોડશો આયોજીત કરવામાં આવ્યો છે. સમગ્ર રૂટ ઉપર ચાલીસ સ્ટેજ બનાવાયા છે. આ સ્ટેજ ઉપરથી ગુજરાત અને દેશની સંસ્કૃતિને ઉજાગર કરાશે.રોડ શો બાદસાબરમતી આશ્રમની મુલાકાત લેશે. આ સાથે જ બોરિસ જોનસન ગુજરાત બાયોટેક્નોલોજીની પણ મુલાકાત લેવાના છે...
બ્રિટનના વડાપ્રધાને ગાંધી આશ્રમમાં ચરખ્યો કાંત્યો
#WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k
— ANI (@ANI) April 21, 2022
બ્રિટનના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી
બ્રિટનના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે ચરખો કાંત્યો હતો. ગાંધીજીના અહિંસા અને સાદગી ના મૂલ્યોને વાગોળ્યા હતા.
બ્રિટનના વડાપ્રધાનનું કરાયું સ્વાગત
સુસ્વાગતમ્..
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 21, 2022
ગુજરાતના પ્રવાસે પધારેલા યુનાઇટેડ કિંગડમ્ ઓફ ગ્રેટ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રીમાન @BorisJohnson જી નું અમદાવાદ હવાઈમથક ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. pic.twitter.com/SRAUbV6Saw
બ્રિટનના વડાપ્રધાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સ્વાગત
અમદાવાદ એરપોર્ટ ખાતે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનું ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું.
બોરિસ જોનસન ગુજરાત બાયોટેક્નોલોજીની પણ મુલાકાત લેશે
આ સાથે જ બોરિસ જોનસન ગુજરાત બાયોટેક્નોલોજીની પણ મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત રેજન્સી નામની હોટલના બુલેટ પ્રુફ સ્યૂટમાં રોકાશે.