(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad:બાપુનગરમાં ભાઈએ સરાજાહેર ભાઈની હત્યા કરી નાખતા ખળભળાટ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાઈએ જ સરાજાહેરમાં ભાઈની હત્યા કરી નાંખી. આ ઘટના અનિલ મિલ પાસે આવેલા રાધારમણ ફ્લેટના ગેટ પાસે બની હતી.
અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાઈએ જ સરાજાહેરમાં ભાઈની હત્યા કરી નાંખી. આ ઘટના અનિલ મિલ પાસે આવેલા રાધારમણ ફ્લેટના ગેટ પાસે બની હતી. સામાન્ય બોલાચાલીમાં બંને ભાઈઓ વચ્ચે એવી તે માથાકૂટ થઈ કે આજુબાજુના લોકો ડરી ગયા અને ભાગદોડ મચી ગઈ હતી.
પરેશ પટણી તેમના પુત્ર મેહુલ સાથે સોસાયટીના ગેટ પાસે ઉભા હતા. આ સમયે તેમનો ભાઈ દિનેશ તેના સાળાને લઈને પહોંચ્યો અને પરેશ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જોતજોતામાં બંને ભાઈ વચ્ચે મારામારી થઈ હતી. એકબીજા પર લાકડી, લોખંડના પાઈપથી તૂટી પડ્યા હતા. જેમાં પરેશને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બાપુનગર પોલીસે આરોપી ભાઈ અને તેના સાળા સહિતના આરોપી સામે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી છે.
Gujarat: મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા
મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી 7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.
કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો
કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.