શોધખોળ કરો

Bullet Train: 2025માં દોડતી થઇ જશે બૂલેટ ટ્રેન, સ્ટેશન કોરિડૉર તૈયાર, હવે શું શું બાકી ? જાણો

બૂલેટ ટ્રેનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે દોડનાર બૂલેટ ટ્રેનનો વધુ એક તબક્કો પૂર્ણ થઇ ગયો છે

Bullet Train News: અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બૂલેટ ટ્રેનની કામગીરીને લઇને સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આગામી વર્ષ 2025-26માં બૂલેટ ટ્રેન દોડતી થઇ જશે, આ માટેની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. બૂલેટ ડેપો અને અન્ય ટ્રાન્સપોર્ટ હબનું કામ, જમીન સંપાદન વગેરેનું કામ પૂર્ણ થઇ ગયુ છે.

હાલમાં મળતી માહિતી પ્રમાણે, દેશની પ્રથમ બૂલેટ ટ્રેન આગામી વર્ષોમાં દોડતી થઇ જશે. હવે બૂલેટ ટ્રેનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે દોડનાર બૂલેટ ટ્રેનનો વધુ એક તબક્કો પૂર્ણ થઇ ગયો છે. આ બૂલેટ ટ્રેન જાપાનના શીંકાસેન મૉડલ હેઠળ બનાવવામાં આવશે. બૂલેટ ડેપો નીકળતા મુસાફરો સીધા મેટ્રો, BRTS, AMTSની સેવા મળી રહેશે, આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ હબ તરીકે શહેરના સાબરમતી ચિમનભાઇ બ્રિજને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. બૂલેટ ડેપો અને મેટ્રો AEC સ્ટેશનને જોડતો હાઇટેક કોરિડૉર બનીને તૈયાર થઇ ગયો છે. NHRSCL અનુસાર, અત્યારે ગુજરાતમાં બૂલેટ ટ્રેનની જમીન સંપાદનની પ્રક્રિયા પણ 100 ટકા પૂર્ણ થઇ ચૂકી છે, જ્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી 99.99% પર પહોંચી છે. ખાસ વાત છે કે, વર્ષ 2025-26 સુધીમાં દેશની પ્રથમ બૂલેટ ટ્રેન દોડતી થઇ જશે, આ પહેલા અમદાવાદના સાબરમતી ડેપોની કામગીરી 40 ટકા પૂર્ણ થઇ ચૂકી છે. 

અમદાવાદ બનશે ટ્રાન્સપોર્ટ હબ, સાબરમતી ખાતે બની રહ્યો છે બૂલેટ ટ્રેનનો અદભૂત-આધુનિક ડેપો, ડિટેલ્સમાં જાણો

દેશમાં સૌથી પહેલી બૂલેટ ટ્રેન બહુ જલદી દોડવાની છે, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આ બૂલેટ ટ્રેન દોડશે, પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું અમદવાદ દેશનું ટ્રૉન્સપોર્ટ બનવા જઇ રહ્યું છે કે, કેમ કે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બૂલેટ ટ્રેનનો મોટો ડેપો બની રહ્યો છે. આ વાત ગુજરાતીઓ માટે વધુ એક મોટી સિદ્ધિ સમાન છે. 

મળતી માહિતી પ્રમાણે, આગામી વર્ષોમાં ગુજરાતનું અમદવાદ ટ્રાન્સપોર્ટ હબ બની રહેશે. હાલમાં બૂલેટ ટ્રેનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે, શહેરના સાબરમતી વિસ્તારમાં બૂલેટ ટ્રેન ડેપો બનીને તૈયાર થશે, 2025-26માં મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે બૂલેટ ટ્રેન દોડવાની છે. આ બૂલેટ ટ્રેન ડેપોમાં ખાસ સુવિધાઓ પણ રહેશે, અત્યારે આ બૂલેટ ટ્રેન ડેપો માટે VVIP લૉન્ઝ, પ્રતિક્ષા કક્ષ તેમજ એસકેલેટર બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક જ કિલોમીટરના રૂટમાં બૂલેટ ટ્રેન, મેટ્રૉ અને BRTSની સુવિધા પણ અહીં જ મળી રહેશે. ખાસ વાત છે કે, આ બૂલેટ ટ્રેનના ડેપૉને સત્યાગ્રહ થીમના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે, એટલું જ નહીં રાત્રિના સમયે લાઇટિંગથી ઝળહળી ઉઠશે આ બૂલેટ ટ્રેન ડેપો, હાલમાં બૂલેટ ટ્રેનને પુરેપુરી રીતે તૈયાર થતા લગભગ સાત મહિના જેટલો સમય લાગી શકે છે.

અમદાવાદમાં દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનનું થયું અનાવરણ

ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનેલા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વિડિયોનું અનાવરણ કર્યું હતું. અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા આધુનિક સમયના સ્થાપત્યની ઝલક જોવા મળી હતી. અત્યાધુનિક અને આધુનિક સુવિધાઓથી સજ્જ, ટર્મિનલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે કાર્યરત ભારતની શરૂઆતની બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપવા માટે તૈયાર છે. આ ટ્રેન પ્રોજેક્ટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ 350 કિમી પ્રતિ કલાકની મહત્તમ ડિઝાઇન સ્પીડ સાથે લગભગ 2.07 કલાકમાં બે મોટા શહેરોને જોડવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 KM લંબાઈની ડબલલાઈનનો સમાવેશ થાય છે. સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 1,08,000 કરોડ થશે અને પ્રોજેક્ટ ખર્ચના 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે, જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Embed widget