શોધખોળ કરો

Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન

અંદાજે 1800 થી 1900 જેટલા મકાનના સર્વેનું કામ પૂર્ણ થઇ થયું છે. ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે

Key Events
Chandola lake demolitions Live Phase 2 of Chandola lake anti encroachment drive starts Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે
Source : ફોટોઃ abp asmita

Background

Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ  ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસેલા બાંગ્લાદેશીના બાંધકામ પર આજે ફરી બુલડોઝર ફરશે, 20 મે એટલે કે આજે ફરી ચંડોળા તળાવની આસપાસ મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે, જે અંતગર્ત અઢી લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવાનું પ્લાનિંગ છે.અંદાજે 1800 થી 1900 જેટલા મકાનના સર્વેનું કામ પૂર્ણ થઇ થયું છે. ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તમામ ડેપ્યુટી કમિશનરોને  અને સાત ઝોનના એસ્ટેટ ઓફિસર,ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને  કામગીરી સોંપાઇ છે. 20 મેથી પાર્ટ-2 ડિમોલિશન હાથ ધરવા માટે 18 મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યાં હતા. ડિમોલિશન પાર્ટ-2 માં બાકીના અઢી લાખ ચોરસ મીટર વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવાનું પ્લાનિંગ છે.ઉલ્લેખનિય છે કે, 29 એપ્રિલે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામા આવી હતી.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.  નોંધનીય છે કે, ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને  વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં આજે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ તરીકે ગણવામાં આવી રહી છે. લોકો AMCની કાર્યવાહીને 'મિની બાંગ્લાદેશ' પર 'બુલડોઝર સ્ટ્રાઇક ' તરીકે જોઈ રહ્યા છે. AMC, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 'ઓપરેશન ક્લીન' નામ હેઠળ આ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે..

શું છે અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવનો ઈતિહાસ 
અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો. આશાવલના સમયે સિંચાઈ, પાણીના સંગ્રહ માટે મહત્વનું હતું. ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું. અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો હતો. મુગલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો હતો. બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા માટે આ તળાવનો ઉપયોગ થયો હતો. બ્રિટિશ કાળમાં તળાવની જાળવણી ન થઈ અને જમીન પર બાંધકામો થયા હતા. 1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો હતો. 1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની ગઈ. 1970-80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધ્યું. અત્યારે હાલ પર તળાવ પર મોટા પાયે દબાણ થયેલું છે.
  
ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના ચંડોળા તળાવમાં 1970-1980ના દાયકાથી જ સ્થળાંતર અને વસાહતો શરૂ અને ધીરે ધીરે ગેરકાયદે દબાણો થવા લાગ્યા. આજે એક અંદાજ મુજબ સવા લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે બાંધકામો બની ગયા છે. આ દબાણોને કારણે સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન ગયું છે. અમદાવાદનું ચંડોળા તળાવ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ટોક ઓફ ટાઉન રહ્યું છે. તળાવમાં થયેલા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂષણખોરોના આશ્રયસ્થાનને કારણે તે ચર્ચામાં રહે છે. 

10:56 AM (IST)  •  20 May 2025

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી દબાણ હટાવો ઝૂંબેશ

ચંડોળા તળાવની આસપાસ AMC દ્વારા ચલાવવામાં આવેલ ડિમોલિશન ઝુંબેશ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા અતિક્રમણ વિરોધી ઝુંબેશમાંની એક છે. ગેરકાયદેસર કબજેદારોથી 4 લાખ ચોરસ મીટરથી વધુ જમીન મુક્ત કરવાની યોજના છે. જે જમીન પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે તે લગભગ 100 એકર જમીન છે.

10:56 AM (IST)  •  20 May 2025

જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલે શું કહ્યું

પ્રથમ તબક્કામાં, 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યા - શરદ સિંઘલ 
જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલે જણાવ્યું હતું કે, "પ્રથમ તબક્કામાં, કોર્પોરેશન દ્વારા લગભગ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ગેરકાયદેસર અતિક્રમણથી મુક્ત કરવામાં આવ્યો હતો. અતિક્રમણ સામેની કાર્યવાહીના પ્રથમ તબક્કા દરમિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજો તબક્કો આજથી શરૂ થશે. વિસ્તારમાં પૂરતો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને જનતા પણ અમને સહકાર આપી રહી છે."

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget