પીરાણામાં દીવાલ બાંધવા મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો વિગત
અમદાવાદના પીરાણા ખાતે આવેલા સતપંથ પ્રેરણાતિર્થ ટ્રસ્ટની જગ્યામાં દીવાલ ચણાવવાનું શરૂ થતા જ વિરોધ શરૂ થયો છે.
અમદાવાદઃ અમદાવાદના પીરાણા ખાતે આવેલા સતપંથ પ્રેરણાતિર્થ ટ્રસ્ટની જગ્યામાં દીવાલ ચણાવવાનું શરૂ થતા જ વિરોધ શરૂ થયો છે. પીરાણા ગામના સૈયદ લોકોએ દીવાલ બનાવવાની કામગીરીનો વિરોધ કર્યો અને ટ્રસ્ટની જગ્યાની પાછળની બાજુ આવેલી ઈમામ શાહ દરગાહમાં જવાનો રસ્તો રોકાશે તેને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ છતા દીવાલની કામગીરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલુ રહેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોએ આ મુદ્દે પગપાળા કલેકટર કચેરી જવા રવાના થયા છે અને ત્યાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી.
આ તરફ સતપંથ ટ્રસ્ટનો દાવો છે કે ટ્રસ્ટ પોતાની જગ્યા પર કાયદેસરની કલેકટરની મંજૂરી સાથે દીવાલ બનાવી રહ્યું છે. અગાઉ પણ સાંજની આરતીના સમયે પથ્થરમારા જેવી ઘટનાઓ બની હતી. જેને લઈને દીવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તારની વાડને લઈને વિવાદ થઈ રહ્યો છે તેનાથી પાંચ ફૂટ દૂર ટ્રસ્ટ પોતાની જગ્યામાં દીવાલ બનાવી રહ્યું છે. એક તરફ ગ્રામજનોનો આરોપ છે કે ઈમામ શાહ દરગાહ પાસે આવેલા કબ્રસ્તાનમાં અમુક કબરો ખોદવામાં આવી છે. જોકે ટ્રસ્ટનું કહેવું છે કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ કામગીરી ટ્રસ્ટ તરફથી કરાઇ નથી. અને ટ્રસ્ટ પોતાની જગ્યામાં કાયદેસર રીતે મંજૂરી લઈને કામગીરી કરી રહ્યું છે. ત્યારે તેની સામે ખોટી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં પ્રેમિકા સાથે બેસેલા પિતાને દીકરો જોઇ ગયો
અમદાવાદમાં પ્રેમ પ્રકરણની વિચિત્ર ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે એકાંત માણી રહેલા પિતાને દીકરો જોઇ જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર એક વ્યક્તિ પોતાની પ્રેમિકા સાથે રિવરફ્રન્ટ પર બેસી પ્રેમાલાપમાં વ્યસ્ત હતો ત્યારે તેનો દીકરો જોઇ જતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. દીકરો જોઇ જતા તેના પિતાએ તેને અને તેના સાળાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બાદમાં દીકરાએ તેના પિતા વિરુદ્ધ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.