શોધખોળ કરો

Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, જાણો મતદાન મથકો પર કેવી હશે વ્યવસ્થા

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 અંતર્ગત તા.05 મે, 2024 ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

Lok Sabha Elections 2024: આજે 6 વાગ્યાથી રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. હવે રાજ્યમાં 7 મેના રોજ મતદાન યોજાશે. તો બીજી તરફ રાજ્યમાં મતદાન પહેલા અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું કે,  તારીખ 7 મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. 

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 અંતર્ગત તા.05 મે, 2024 ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે. 

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં 'ડ્રાય-ડે' જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ-Exit Poll તથા Opinion Poll પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.

મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનીક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે, વિજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલવિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે. 

મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ચૂંટણી તંત્રના પ્રયાસો વિશે જણાવતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથક સ્થળોએ વોટર આસિસ્ટન્સ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ બુથ ખાતે બી.એલ.ઓ ઉપસ્થિત રહેશે અને મતદારોને તેમનો ચોક્કસ મતદાન મથક નંબર અને ચોક્કસ રૂમ તેમજ મતદાર યાદીમાં તેમનો અનુક્રમ નંબર વગેરે માહિતી પૂરી પાડશે. જેથી મતદાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બને.

મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળીયે બનાવવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર જરૂરી સાઈનબોર્ડ્સ, વેઈટીંગ એરીયા તરીકે મંડપની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્રની સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે.

મતદાનના દિવસે Heat Wave ની સંભાવના ને ધ્યાનમાં રાખીને મતદારોને ગરમીના કારણે મુશ્કેલી ન અનુભવાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કીટ ઉપલબ્ધ હશે, તેમજ તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORS ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ ગરમીના કારણે Sun Stroke થી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે Sector Officer સાથે પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ મેડિકલ સુવિધાઓથી સજ્જ Medical Team ઉપલબ્ધ રહેશે. 

કુલદીપ આર્યએ રાજ્યના સૌ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન કરવા જતાં પહેલા મતદારોએ પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચકાસી લેવી જોઈએ. મતદાન માટે EPIC કાર્ડ, e-EPIC ની પ્રિન્ટ અથવા અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવા દ્વારા મતદાન કરી શકાશે. Voter Information Slip કે જે BLO દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં. મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો રજા ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget