શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિન સચિવાલય બાદ કૉંગ્રેસે AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કર્યો
કૉંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક જુનિયર ક્લાર્ક ભરતીમાં કૌભાંડના આક્ષેપ લગાવ્યો છે.
અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 17 નવેમ્બરે પરીક્ષા યોજાઈ હતી અને કૉંગ્રેસે 29 તારીખે આક્ષેપ લગાવ્યા હતા છતા હજુ સુધી પરીણામ શૂન્ય છે. ત્યારે હવે કૉંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક જુનિયર ક્લાર્ક ભરતીમાં કૌભાંડના આક્ષેપ લગાવ્યો છે.
કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મનપાએ સેટિંગવાળાની ભરતી કરી છે. એક જ કુટુંબના સભ્યોને સેટિંગથી પસંદ કરવામાં આવ્યાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસની માંગ છે કે મનપા કૌભાંડની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં સેટિંગવાળાઓને 20 માંથી પુરા માર્ક્સ આપવામાં આવ્યા છે. 16 પરિવારના સભ્યોને ભરતીમાં લેવામાં આવ્યાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે. એક જ પરિવારના સભ્યો એક સાથે પાસ થતા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 434 સહાયક જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા થઇ હતી.
બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે ગૌણ સેવા પસંદગી મંડળે પણ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. જેના કારણે આઠ લાખ ઉમેદવારો અસમંજસમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion