રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસે શરૂ કર્યું "આદિવાસી વિરોધી ભાજપ" અભિયાન
રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસે ભાજપ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં "#આદિવાસી વિરોધી ભાજપ" અભિયાન શરૂ કર્યું છે.
Anti Adivasi BJP campaign: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસ ભાજપ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં "#આદિવાસી વિરોધી ભાજપ" અભિયાન શરૂ કર્યું છે. આદિવાસી વિસ્તારની પરિસ્થિતિના ઉલ્લેખ સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 10મી તારીખે દાહોદમાં રાહુલ ગાંધી આદિવાસી સંમેલનને સંબોધશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વિવિધ સૂત્રો સાથે કોંગ્રેસે ભાજપ આદિવાસી વિરોધી હોવાનું અભિયાન શરૂ કર્યું છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.
જ્યાં સુધી નહીં મળે
હક્ક અને અધિકાર
આદિવાસી કરશે સત્યાગ્રહ#AntiAdivasiBJP pic.twitter.com/QawwzKC9AC— Gujarat Congress (@INCGujarat) May 8, 2022
ભાઈ આને વિકાસ ના કહેવાયા
— Gujarat Congress (@INCGujarat) May 8, 2022
નદીઓ જોડવાના નામે નદી વેચી કાઢવી.
રસ્તા બનાવવાના નામે આદિવાસીઓની જમીનો પચાવી પાડવી.
વિકાસના નામે જંગલો કાપી નાખવા.
આને વિકાસ નહીં વિનાશ કહેવાય#AntiAdivasiBJP pic.twitter.com/l90P4P5iM4
VHP નેતાને હત્યાની ધમકી આપનાર આરોપી સિરાજની પોલીસે કરી ધરપકડ
BOTAD : બોટાદ શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ના શહેર પ્રમુખને અપહરણ અને હત્યા કરવાની ધમકી આપનાર સિરાજ ઊર્ફે ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ 5 મે ના રોજ બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને સિરાજે કારમાં બેસાડી અપહરણ અને હત્યા કરવાની ધમકી આપી હતી. જે બાદ મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સિરાજની ધરપકડ કરી છે.
કારમાં બેસાડી અપહરણ અને હત્યાની ધમકી આપી
બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને ગત તારીખ 5 મેંના રોજ બપોરના ત્રણેક વાગ્યે નાગલપર દરવાજા પાસે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ સિરાજ ઊર્ફે ખલ્યાણી દ્વારા કારમાં બેસાડી અને કહ્યું “ગામમા તમે હનુમાનજી મદિર ઉપર લાઉડસ્પીકર બાંધેલા છે. તે ઊતારી લેજો નહિતર કિશન ભરવાડ વાળી થશે અને અમારું શું કરી લેશો? તમને ગાડીમાં બેસાડી તમારૂં અપહરણ કરી જાવ તો મારું કઈ નહીં કરી શકો. તમે બધા અમારા ધ્યાનમાં જ છો માપમાં રેહજો નહિતર જાન નથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ ઉર્ફે હુસેન ખલ્યાણી રહે-બોટાદ વાળા સામે ફરિયાદ નનોંધાવી હતી છે જેને લઈ બોટાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.