શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: અમદાવાદમાં એકબીજાને ભેટીને રડી પડ્યા કોંગ્રેસ નેતા, સર્જાયા ભાવુક દ્રશ્યો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો બીજી તરફ અમદાવાદમાં ઈમોશનલ દ્રશ્યો સામે આવ્યા છે.  અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓનો ભાવુક વિડીયો વાયરલ થયો છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો બીજી તરફ અમદાવાદમાં ઈમોશનલ દ્રશ્યો સામે આવ્યા છે.  અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓનો ભાવુક વિડીયો વાયરલ થયો છે. ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા એકબીજાને ભેટીને રડી પડયા હતા. બને નેતાઓએ એક બીજાને સાંત્વના આપી હતી. ઇમરાન ખેડાવાલાની જીત પર ગ્યાસુદ્દીન શેખે અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ ગ્યાસુદ્દીન શેખની હાર પર ઇમરાન ખેડાવાલાએ હિંમત આપી હતી. તમને જણાવી દઈએ કે, ગ્યાસુદ્દીન શેખની ઓફિસ પર ઇમરાન ખેડાવાલા મળવા ગયા હતા.

ગુજરાતના 33 જિલ્લામાંથી કેટલા જિલ્લા થયા કોગ્રેસ મુક્ત?

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ  કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી.  તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી છે તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસ તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. અમરેલી જિલ્લામાં  2017ની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી.

2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપની  જીત થઇ છે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. પાટણની કુલ 4 બેઠક પૈકી 2 બેઠક પર ભાજપની જીત થઇ છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઇ છે. સુરત શહેરની 12 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે. ઓલપાડથી મુકેશ પટેલ 1 લાખ 15 હજારની લીડથી જીત્યા હતા. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષની આબરૂ બચાવવામાં મહત્વનો યોગદાન હોય તો તે છે બનાસકાંઠા જિલ્લાનું. બનાસકાંઠાની 9 બેઠકો પૈકી 4 બેઠકો પર કોંગ્રેસ અને 4 બેઠકો પર ભાજપે જીત મેળવી છે જ્યારે એક અપક્ષને ફાળે ગઈ છે. જોકે બનાસકાંઠા જિલ્લાના પરિણામોમાં કેટલા અપસેટ પણ જોવા મળ્યા. ધાનેરા બેઠક પરથી અપક્ષના ઉમેદવાર જીત્યા તો પાલનપુર બેઠક પરથી ભાજપને બે ટર્મ બાદ અહીં જીત મેળવવામાં સફળતા મળી છે. માત્ર એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા એ પણ હારનો સામનો કરવો પડ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget