કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પક્ષ વિરુદ્ધ કાઢ્યો બળાપો, જાણો શું આપ્યું નિવેદન ?
કૉંગ્રેસના પ્રવકતા બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બળાપો કાઢ્યો છે. દસાડાના ધારાસભ્ય નૌશાલ સોલંકીએ કોંગ્રેસના કાર્યક્રમમાં જ નારાજગી વ્યક્ત કરી છે.
અમદાવાદ: કૉંગ્રેસના પ્રવકતા બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બળાપો કાઢ્યો છે. દસાડાના ધારાસભ્ય નૌશાલ સોલંકીએ કોંગ્રેસના કાર્યક્રમમાં જ નારાજગી વ્યક્ત કરી છે. નૌશાદ સોલંકીએ કાર્યક્રમના મંચ પરથી જ બળાપો કાઢ્યો છે. એક વર્ષ સુધી પ્રદેશ કારોબારીને મંજૂરી નહોતી મળી, કોંગ્રેસની નિર્ણય શક્તિથી હું ઘણો જ નારાજ થયો છું. અનુસૂચિત જાતિ વિભાગની કારોબારીને 1 વર્ષ પછી મંજૂરી મળી. બોડીને મંજૂરી ન મળતા કામ કરવામાં તકલીફ થઈ છે. આ પહેલા ટ્વિટ કરી કૉંગ્રેસ નેતા જયરાજ સિંહ જાડેજાએ કટાક્ષ કર્યો હતો.
કૉંગ્રેસના નેતા જયરાજસિંહ જાડેજાએ એક દિવસ પહેલા ટ્વિટ કરી કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
કોર કમિટીની બેઠકમાં નક્કી થશે કોરોનાની નવી ગાઇડલાઇન, લગ્નમાં લોકોની સંખ્યા મુદ્દે થઈ શકે છે મોટી જાહેરાત
કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને 4.30 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કમિટીની બેઠકમાં નવી એસઓપી બાબતે નિર્ણય લેવાશે. ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુનો યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વધારાના 17 શહેરમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુ બાબતે લેવાશે કોર ગ્રુપમાં નિર્ણય લેવામાં આવશે.
લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે. આવતીકાલે સવારે 6 વાગે કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે.
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં અત્યારે રાત્રિ કરફયુનો અમલમાં છે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.