શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યે મોરારી બાપુને ગણાવ્યા ભાજપના માણસ? જાણો વિગત
કથાકાર મોરારીબાપુ સામે કોંગ્રેસના કાલાવાડના ધારાસભ્ય પ્રવિણ મૂછડિયાએ બાંયો ચડાવી છે. મૂછડિયાએ મોરારી બાપુને ભાજપના તરફદાર ગણાવ્યા છે.
અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની લાગણી દુભાવી હોવાના આક્ષેપોનો સામનો કરી રહેલા જાણીતા કથાકાર મોરારીબાપુ સામે કોંગ્રેસના કાલાવાડના ધારાસભ્ય પ્રવિણ મૂછડિયાએ બાંયો ચડાવી છે. મૂછડિયાએ મોરારી બાપુને ભાજપના તરફદાર ગણાવ્યા છે.
કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ કહ્યું કે, મોરારિ બાપુનાં નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હજારો હરિભક્તોની લાગણી દુભાઈ છે ત્યારે ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધિ આપે. તેમણે કહ્યું કે, તેમનામાં સંતપણું દેખાતું નથી અને તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, મોરારિબાપુ અને બાબા રામદેવ ગમે તેવા બફાટ કરે છે અને જાહેરમાં ભગવાન કે સંતોનું અપમાન પણકરે છે. મોરારિબાપુ અને બાબા રામદેવ બાબાને સંતો કહીએ છીએ પણ મારા મતે તેમનામાં સંતો જેવું કશું દેખાતું નથી. તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે અને વાણી વિલાસ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement