(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા વિવાદ, હિન્દુ સંગઠનોએ શિક્ષકને માર્યો માર
ABVP અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો અને કલ્ચરલ એક્ટિવિટી કરાવતા શિક્ષકને માર માર્યો છે.
અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા વિવાદ સર્જાયો છે. ABVP અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો અને કલ્ચરલ એક્ટિવિટી કરાવતા શિક્ષકને માર માર્યો છે. કાર્યકરોનું ટોળું શિક્ષકને ઘેરી વળ્યું અને ટપલીદાવ કર્યો હતો. 27 સપ્ટેમ્બરે ઈદને લઈને શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીજા ધોરણમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય તેવો વીડિયો વાયરલ થતા જ ABVP અને હિન્દુ સંગઠનના કાર્યકરો સ્કૂલમાં ધસી આવ્યા હતા.
પહેલા તો પ્રિન્સિપલની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં શિક્ષકની ધોલાઈ કરી હતી. જોકે, સ્કૂલના સંચાલકોએ ભૂલ સ્વીકારી લેખિતમાં માફી માગી છે. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય તેની ખાતરી આપી હતી. સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ જિલ્લાશિક્ષણાધિકારીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.
અમદાવાદમાં ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ વિવાદમાં આવી છે. કેલોરેક્સ સ્કૂલે ગણેશોત્સવ અને ઈદ નિમીત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ પાસે નમાજ પઢાવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવા મામલે વાલીઓએ પણ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. આ અંગે વિશ્વ હિંદુ પરીષદના કાર્યકરો સ્કૂલમાં ધસી આવ્યા હતા અને નમાઝ અદા કરાવનાર શિક્ષકને માર માર્યો હતો.
વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો બાદમાં VHPના કાર્યકરોએ નમાઝ પઢાવનારા શિક્ષકને બેરહેમીથી માર માર્યો હતો. જો કે વિવાદને પગલે શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. માફીનામામાં પણ આવી ભૂલ ન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદની શાળામાં નમાજને લઈને શિક્ષણમંત્રી એક્શનમાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ ઘટનાને લઈને સમગ્ર રિપોર્ટ મંગાવ્યો છે. શાળામાં વિવાદના મુળ સુધી પહોંચવા શિક્ષણમંત્રીએ સૂચના આપી છે. શાળામાં શિક્ષણના કાર્ય પર ભાર મૂકવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
https://t.me/abpasmitaofficial