શોધખોળ કરો
Advertisement
સુરત અને અમદાવાદમાં આજે નોંધાયેલા કેસ કરતાં વધુ લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, પાટણમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1145 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2839 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,418 એક્ટિવ કેસ છે, જ્યારે 64,830 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82,087 પર પહોંચી છે.
સુરત કોર્પોરેશનમાં આજે 166 કેસ નોંધાયા હતા. તેની સામે 280 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 146 કેસ નોંધાયા અને સામે 152 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 1120 લોકો ડિસ્ચાર્જ થયા હતા.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, પાટણમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
અમદાવાદ
ક્રિકેટ
Advertisement