શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ વધતા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી, જાણો ક્યા વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા
કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવ કલાકથી સોમવારે સવારના છ કલાક સુધી સળંગ 57 કલાકનો કરફયૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને પ્રશાસન એક્શનમાં આવ્યું છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા.
બોડકદેવમાં કોરોનાના કેસમાં જંગી વધારો થતા બોડકદેવની સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. બોડકદેવ વિસ્તારની 30થી 45 ફ્લેટની દરેક સ્કીમમાં 10થી 15 પોઝિટીવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.
સેટેલાઈટના ધનંજય ટાવરમાં 10 કેસ નોંધાતા કેન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયું છે. પાલડી-વાસણના ઘણા ફ્લેટોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાનો પગપસેરો થયો છે. 40 કેસ નોંધાતા પ્રેમચંદનગરને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવ્યું છે. સુભાષબ્રિજ અને મેમનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
નોંધનીય છે કે, કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવ કલાકથી સોમવારે સવારના છ કલાક સુધી સળંગ 57 કલાકનો કરફયૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો સિવાય અન્ય કોઈ પણ દુકાન કે ધંધાનુ સ્થળ ખુલ્લુ રાખી શકાશે.બીજી તરફ શહેરમાં સોમવારે રાતના નવથી સવારના છ સુધી અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ કરફયૂનો અમલ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion