શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના આ વિસ્તાર માટે અત્યાર સુધીના સૌથી રાહતના સમાચાર, જાણો વિગત
છેલ્લા 24 કલાકમાં મધ્ય ઝોનમાં માત્ર એક જ કોરોનાનો કેસ નોંધાયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર અમદાવાદમાં છે. ત્યારે અમદાવાદના મધ્ય ઝોન માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મધ્ય ઝોનમાં માત્ર એક જ કોરોનાનો કેસ નોંધાયો છે. જોકે, પૂર્વ ઝોનમાં કોરોના મામલે સંકટના વાદળ ઘેરાયા છે. છેલ્લા 24 કલાકમાં પૂર્વઝોનમાં 46 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ ઝોનના લોકોએ ચેતવાની જરૂરિયાત છે. કારણ કે, 24 કલાકમાં પશ્ચિમ ઝોનમાં 39 પોઝિટિવ કેસ તો 4ના મોત થયા છે.
આ સિવાય દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 32 કેસ અને 2 ના મોત થયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલ પણ શહેરમાં 2936 એક્ટિવ કેસ છે, જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં છે. પશ્ચિમ ઝોનમાં કોરોનાના 645 એક્ટિવ કેસ નોંધાયા છે. 19,681 પોઝિટિવ કેસ સામે 15,538 લોકો રિકવર થયા છે. અમદાવાદમાં હાલ સુધી 1387 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion