શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં માત્ર 7 વર્ષની બાળકીને લાગ્યો કોરોનાનો ચેપ, ગુજરાતમાં પહેલો કેસ
અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 38એ પહોંચી છે. આજે આવેલા પોઝિટિવ કેસોમાં એક સાત વર્ષીય બાળકીનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં કોરોનાવાયરસના વધુ 7 કેસ સામે આવ્યા છે. આ તમામ કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 38એ પહોંચી છે. આજે આવેલા પોઝિટિવ કેસોમાં એક સાત વર્ષીય બાળકીનો પણ સમાવેશ થાય છે. આ બાળકીને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. તેમજ નાની ઉંમરની વ્યક્તિને કેસ લાગવાનો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે.
આ અંગે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સામે આવેલા તમામ સાત કેસ અમદાવાદમાં નોંધાયા છે, જે ચિંતાજનક છે. આ સાત કેસોમાં 17 વર્ષીય કિશોર, 60 વર્ષીય મહિલા, 35 વર્ષીય યુવક, 30 વર્ષીય યુવતી, 7 વર્ષીય બાળકી અને 65 વર્ષીય પુરુષને સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો છે. જ્યારે 68 વર્ષીય પુરુષની દિલ્લી ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.
આ ઉપરાંત આજે કોરોનાથી પંચમહાલ જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે ગુજરાતમાં કોરાનાથી મોતનો આંકડો 8 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 3 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion