શોધખોળ કરો

Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે શું કર્યું આંકલન ?

Cyclone Biparjoy Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે.

Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 620 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. વાવાઝોડું 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે.

અંબાલાલ પટેલે શું કર્યું આંકલન

વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.

ગુજરાતના વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાના પૂર્વે તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને કારણે હવામાન વિભાગે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. તમામ તાલુકા સ્તરના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ખતરાની નિશાની લગાવવામાં આવી છે.  રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકામાં દરિયામાં ઉછળતા મોજા જોવા મળી રહ્યા છે. વલસાડના તિથલ બીચ, સુરતના ડુમસ, નવસારીમાં  પર પ્રવાસી માટે  પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું માંડવી બંદર તરફ ફંટાય એવી આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. માંડવી બીચને 9થી 12 તારીખ સુધી બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાતેય બંદર પર બહાર લોકોની અવર જવર બંધ કરાવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી જ  ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ જોવા મળશે. આગામી  13થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્રારકા, વલસાડ,સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget