શોધખોળ કરો

Arvind Kejriwal in Gujarat: CM કેજરીવાલે અમદાવાદમાં રિક્ષા ચાલકના ઘરે લીધુ ભોજન, જુઓ તસવીરો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા.   અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકના ઘરે ભોજન લીધુ હતું. મુખ્યમંત્રી કેજરીવાલની સાથે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઈંદ્રનિલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા હતા. રિક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.

ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. 

મુખ્યમંત્રી કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં રીક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે   જમ્યા હતા.  તેઓ તાજ સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકે તેના માટે પોલીસે અટકાવ્યા હતા. પરંતુ બાદમાં પોલીસે તેમને રિક્ષામાં જવા દિધા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા.

શું અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફીસ પર પોલીસે કરી રેડ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તુતુ મેમે શરૂ થઈ ગયું છે. હવે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ દ્વારા અમદાવાદ ખાતે અમારી ઓફીસ પર રેડ કરી છે. આ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, મોટા નેતાઓના કહેવાથી અમારી ઓફીસ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. આ મામલે ઈસુદાન ગઢવી ટ્વીટ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રિટ્વીટ કર્યું હતું,

આપના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી

ઈસુદાન ગઢવીએ કહ્યં કે, ગુજરાતમાં આપનો ગ્રાફ વધતા ભાજપ ગભરાયું છે. 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે. અમારી પેટા ઓફિસે પોલીસના જવાનો પહોંચ્યા હતા. લેપટોપ, ડેટા અને ડાયરી પોલીસે ચેક કરી. 1થી દોઢ કલાક સુધી પોલીસ અમારી ઓફિસમાં રેડ કરી. અનઓફિસિયલ રેડ હશે, કેમકે ભાજપની સ્ટાઈલ છે. અમારી ટીમે પૂછ્યું ત્યારે પોલીસનું આઇકાર્ડ પણ બતાવ્યું હતું. મનીષ સિસોદિયા અને કેજરીવાલ ઉપર રેડ કરી હતી. અરવિંદ કેજરીવાલના બેડરૂમ સુધી સીબીઆઈ પહોંચી હતી. પોલીસ કહે છે કે, કોઈ રેડ નહોતી. પોલીસને દિલ્હીથી દબાણ આવતું હશે, અમે સમજીએ છીએ. આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ આવીને રેડ કરો. રેડ કરો છો તો જાહેર કરો. અમારી અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. કોઈના બાપની જાગીર નથી આ દેશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Embed widget