શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Divya Darbar: અમદાવાદમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું કોકડું ગુંચવાયું, પોલીસે નથી આપી મંજુરી, આયોજકોએ પાસ પણ વેચી દીધા

Baba Dhirendra Shastri Divya Darbar: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવા જઈ રહ્યો છે. 29મે ના રોજ આયોજિત આ કાર્યક્રમને લઈને હજુ સુધી પોલીસ પરવાનગી નથી મળી.

Baba Dhirendra Shastri Divya Darbar: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવા જઈ રહ્યો છે. 29મે ના રોજ આયોજિત આ કાર્યક્રમને લઈને હજુ સુધી પોલીસ પરવાનગી નથી મળી અને બીજી તરફ 29 તારીખના પાસ વિતરણની કાર્યક્રમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પોલીસે હજુ પરવાનગી આપી નથી તો બીજી તરફ આયોજકો ચાણક્યપુરીના ગ્રાઉન્ડમાં જ કાર્યક્રમ યોજવા મક્કમ છે. જ્યારે અહીં મોટી સંખ્યામાં લોકોને સમાવી શકાય એવી સ્થિતિ ન હોવાથી પોલીસ પણ સ્થળની મર્યાદાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ મર્યાદિત લોકો પૂરતો અને ખાનગી કાર્યક્રમ રાખવા માટે આગ્રહ કરી રહી છે.

બાગેશ્વરના પંડિત જયેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે અને દરમિયાન તેઓ અમદાવાદમાં બે દિવસ રોકાણ કરવાના છે. 29 તારીખે ચાણક્યપુરીના સેક્ટર 6 ના ગ્રાઉન્ડમાં તેમના દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મોટી વાત એ છે કે શરૂઆતમાં આયોજકો જાહેર કાર્યક્રમ હોવાની વાતો કરી હતી અને 70,000 થી વધારે લોકો અહીં આવશે તેનો દાવો કરી રહ્યા છે. પરંતુ કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે અને હજુ કાર્યક્રમની પોલીસ પરવાનગી નથી મળી. 

એક તરફ પોલીસ કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખી મર્યાદિત લોકો પૂરતો કાર્યક્રમ રાખવા આયોજકોને આગ્રહ કરી રહી છે. બીજી તરફ બાબાની પ્રસિદ્ધતાને જોતાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતાઓ છે. પરવાનગી હજુ નથી મળી તેમ છતાંય 29 તારીખના પાસ વિતરણ આજથી એટલે કે શનિવારથી કરવામાં આવ્યા. 

આયોજકો દ્વારા કાર્યક્રમ સંદર્ભે આજે પ્રેસ પણ રાખવામાં આવી હતી, પરંતુ પોલીસ વિભાગમાંથી કાર્યક્રમની પરવાનગીનું કોકડું ગૂંચવાયેલ હોવાથી પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી. જોકે અંતે કાર્યક્રમ સંદર્ભે અસમંજસતા હોવાનું સામે આવતા આયોજકો મીડિયા સમક્ષ આવ્યા અને સ્પષ્ટતા કરવાની ફરજ પડી. આયોજકોનો દાવો છે કે 29 તારીખના કાર્યક્રમ માટે 5000 જેટલા પાસ છપાવવામાં આવ્યા છે, જે પૈકી અડધા પાસોનું વિતરણ આજે કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય આયોજક પરષોત્તમ શર્મા ચાણક્યપુરીના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાય તેવો આગ્રહ રાખી રહ્યા છે. કેમકે અહીં અંબાજી મંદિરમાં તેમને દરબાર લગાવવાનો સંકલ્પ લીધો હતો અને તેમના નિવાસ સ્થાને પધરામણી કરવાના છે. જોકે કાર્યક્રમ સ્થળની ક્ષમતાને જોતા પોલીસ અને આયોજકો માટે કાર્યક્રમને યોજવો એ મોટો પડકાર બની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget