શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદના 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, અન્ય 2 વિસ્તારનો કરાયો સમાવેશ
અમદાવાદના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
![અમદાવાદના 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, અન્ય 2 વિસ્તારનો કરાયો સમાવેશ Exemption of 6 areas of Ahmedabad from micro containment zone અમદાવાદના 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ, અન્ય 2 વિસ્તારનો કરાયો સમાવેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/01034548/micro-containment.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વયારસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં અંશત ઘટાડો થતા 6 સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવી છે. મધ્યઝોનમાં આવેલી પર્ણ કુંજ સોસાયટી, શાહીબાગ સ્થિત વિશ્વકુંજ સોસાયટી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાઈ છે. રાણીપની શુકન સીટી, સાબરમતી વિસ્તારમાં આવેલી કેશવ કુંજ સોસાયટી પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કરાઈ છે. થલતેજની સ્થાપત્ય રેસિડેન્સી અને બોડકદેવની સેટેલાઇટ ટાવર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કરવામાં આવી છે.
અમદાવાદમાં અન્ય 2 સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવી છે. દક્ષિણ ઝોનની આસોપાલવ સોસાયટીના 8 ઘરના 45 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. ઉત્તર ઝોનમાં રાજવીર સોસાયટીમાં 175 મકાનના 799 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે.
અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. એક દિવસમાં મહાનગર પાલિકા વિસ્તારમાં 182 અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા છે. વધુ 9 લોકોના મોતની સાથે કુલ એક હજાર 441 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion