શોધખોળ કરો
અમદાવાદઃ પ્રેમસંબંધમાં યુવકની હત્યા, શકમંદ પતિ-પત્નીની અટકાયત

અમદાવાદઃ શહેરના શાહપુર દરવાજા પાસે એક યુવકની પ્રેમસંબંધમાં હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યાના કેસમાં બે શકમંદોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે, શાહપુર દરવાજા પાસે એક સફાઇ કામદારની હત્યા કરવામાં આવી છે. આ ગુનામાં શાહપુર પોલીસે શકમંદ મહિલા અને તેના પતિની અટકાયત કરી છે. પોલીસને શંકા છે કે, યુવકની હત્યા પ્રેમસંબંધમાં કરવામાં આવી છે. ત્યારે એમ પણ જાણવા મળ્યું છે કે, આ મહિલા ચાર સંતાનની માતા છે. જોકે, હજુ સુધી હત્યાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.
વધુ વાંચો




















