શોધખોળ કરો

Dehgam: પિતાએ બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર

દહેગામ: રખિયાલમાં રહેતા પરિવારે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બે સંતાન સાથે પિતાએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ચેતનસિંહ ઝાલા નામના 33 વર્ષીય યુવાને પુત્ર અને પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે.

દહેગામ: રખિયાલમાં રહેતા પરિવારે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બે સંતાન સાથે પિતાએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ચેતનસિંહ ઝાલા નામના 33 વર્ષીય યુવાને પુત્ર અને પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. ચેતનસિંહ ઝાલા કડજોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીંડવા સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હતા. જો કે, આત્મહત્યા અંગે હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી. ચેતનસિંહ ઝાલાએ સવારે 10 વાગ્યાના અરસામાં દેહગામના બહિયલ પાસેની કેનાલમાં 2 સંતાન સાથે ઝંપલાવી આપઘાત કર્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

જેતપુરમાં મકાન ધરાશાયી થતા 8 લોકો દટાયા

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી. 

Dehgam: પિતાએ બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર

અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાની બાળકી અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઈજા ગ્રસ્ત થયા છે. મૃતકમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ. 50 તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા ઉ.વ.10 તેમજ સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.7નું મોત  નિપજ્યું છે.

5 લોકો ઇજાગ્રસ્ત 

  • વંદના અશોકભાઈ મકવાણા ઉ.વ.14 
  • શીતલબેન વિક્રમભાઈ સાસડા ઉ.વ.30
  • કરસનભાઇ દાનાભાઈ સાસડા ઉ.વ.40
  • રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.8
  • અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.વ33 નો સમાવેશ થાય છે.

હાલ તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર જેતપુર સરકારી હોસ્પિટલ ચાલી રહી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાને લઈને મોટી સખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

Dehgam: પિતાએ બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર

આ ઉપરાંત ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યા છે.

ઓઢવ રિંગરોડ પર અકસ્માત, ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત

અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચલાવનાર યુવકનું મોત થયું છે. ઓઢવ રિંગ રોડ પર બ્રિજ ઉતરતા જ એક્ટિવાની સ્પીડ વધુ હોવાથી બેકાબૂ થયું હતું અને  ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Embed widget