Filmfare Awards :અમદાવાદમાં ફિલ્મફેર સેરેમની આજે, 17 વર્ષ બાદ શાહરૂખ ખાન કરશે હોસ્ટ
Filmfare Awards Ceremony:ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે 11 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે.

Filmfare Awards Ceremony:7૦મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આ સમારોહ શહેરના EKA એરેના સ્ટેડિયમ ખાતે સાંજે 7:૩૦ વાગ્યે શરૂ થશે. ફિલ્મફેર એવોર્ડ્સમાં હાજરી આપવા માટે મુંબઈની સેલિબ્રિટીઓ અમદાવાદ આવવા લાગી છે. અભિનેતા અનુપમ ખેર અને મોહનીશ બહલ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
નોંધનિય છે કે, શાહરૂખ ખાન 17 વર્ષ પછી આ એવોર્ડ સેરેમનીને હોસ્ટ કરશે. આ સેરેમનીની ટિકિટ ₹5,૦૦૦ થી ₹5૦,૦૦૦ ની વચ્ચે વેચાઈ રહી છે. હાજરી આપવા માટે ઘણી સેલિબ્રિટીઓ અમદાવાદ આવી ચૂકી છે.
ફિલ્મફેર એવોર્ડ્સ માટે નોમિનેશન યાદી 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ "મિસિંગ લેડીઝ" એ શ્રેષ્ઠ ફિલ્મ માટે 24 નોમિનેશન મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. આનાથી તે ફિલ્મફેરના 7૦ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેટેડ ફિલ્મ બની છે.
અગાઉ, શાહરૂખ ખાનની ફિલ્મ "કભી અલવિદા ના કહેના" 23 નોમિનેશન સાથે ટોચના સ્થાને હતી. જો "મિસિંગ લેડીઝ" 13 થી વધુ એવોર્ડ જીતે છે, તો તે ગલી બોયનો રેકોર્ડ તોડી શકે છે. આ વર્ષે, "સ્ત્રી 2" ને શ્રેષ્ઠ ફિલ્મ માટે આઠ નામાંકન મળ્યા, જ્યારે "ભૂલ ભુલૈયા 3" ને પાંચ નામાંકન મળ્યાં છે.
રિમી સેન, પ્રતિક ગાંધી અને જયા બચ્ચન ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માં હાજરી આપવા માટે મુંબઈથી અમદાવાદ પહોંચ્યા. ફિલ્મફેર એવોર્ડ્સને ધ્યાનમાં રાખીને, કાંકરિયા EKA ક્લબ ખાતે કડક પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. દરેક ગેટ પર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અનેક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે મુંબઈ એરપોર્ટ પર અભિનેતા અર્જુન કપૂર, 12મી ફેઇલની અભિનેત્રી મેધા શંકર, સાન્યા મલ્હોત્રા, રાજપાલ યાદવ અને વિનીત કુમાર સિંહ, અનુપમ ખેર, પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, રકુલ પ્રિત,નિમરત કૌર, એક્ટ્રેસ અનન્યા પાંડેની માતા ભાવના પાંડેસહિતના સેલેબ્સ અમદાવાદ પહોંચ્યા છે અને આ બધાએ પાપારાઝી માટે પોઝ આપ્યો હતાં.
ફિલ્મફેર એવોર્ડના સેરેમનીના ઇતિહાસ પર એક નજર
ફિલ્મફેર પુરસ્કારોની સ્થાપના 1954માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ફિલ્મફેર મેગેઝિન દ્વારા હિન્દી સિનેમાની ઉજવણી માટે વાર્ષિક કાર્યક્રમ તરીકે કરવામાં આવી હતી.
ફિલ્મફેર પુરસ્કારોની સ્થાપના 1954માં ફિલ્મફેર પુરસ્કારોની સાથે રાષ્ટ્રીય પુરસ્કારોની પણ સ્થાપના કરવામાં આવી હતી.
પ્રથમ પુરસ્કાર સમારોહ 1 માર્ચ, 1954ના રોજ મુંબઈના મેટ્રો થિયેટરમાં યોજાયો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સંપાદક ક્લેર મેન્ડોન્કાના નામ પરથી આ પુરસ્કારોનું નામકરણ કરવામાં આવ્યું હતું, અને પછીથી તેને ફિલ્મફેર પુરસ્કારોમાં બદલીને ફિલ્મફેર પુરસ્કારોમાં બદલવામાં આવ્યું હતું.
પ્રથમ સમારોહમાં પાંચ શ્રેણીઓ હતી. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક.
બલરાજ સાહની, નિરુપા રોય અને મીના કુમારી અભિનીત ફિલ્મ દો બીઘા જમીન, ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર જીતનાર પ્રથમ ફિલ્મ હતી. તેના માટે બિમલ રોયને શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો હતો.
મીના કુમારીને બૈજુ બાવરા માટે પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો, જ્યારે દિલીપ કુમારને દાગ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો. નૌશાદ અલીને બૈજુ બાવરા માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો હતો.





















