શોધખોળ કરો

Isudan Gadhvi: AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

Ahmedabad News: એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે.

Ahmedabdad News: આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સુરતમાં કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યા બાદ હવે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર નોંધાઈ છે. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે.

મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આરોપ છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ છે. બે દિવસ અગાઉ કરેલું ટ્વિટ ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું છે.

હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.

આજે ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.  તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી છે. તો ત્રણ મેએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદ રહેશે.

તો ચોથી મેએ અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. પવન ફૂંકાવાને લઈ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચના આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 મે સુધી તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર, બિકાનેર અને જોધપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન (40-50 કિમી પ્રતિ કલાક) ની શક્યતા છે. જયપુરમાં કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે.

શિમલામાં આગામી કેટલાક દિવસો સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. મળતી માહિતી મુજબ 3500 મીટરથી વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગ ભોપાલ કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે જબલપુર, મંડલા, ડિંડોરી, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયરમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં ભીષણ ગોળીબાર, 6 લોકોના મોત, હુમલાખોરે પોતાને જ ગોળી મારી
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં ભીષણ ગોળીબાર, 6 લોકોના મોત, હુમલાખોરે પોતાને જ ગોળી મારી
Advertisement

વિડિઓઝ

circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર
Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો પ્રારંભ
Retired Teachers Recruitment In Gujarat : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર થશે રદ? જુઓ મોટા સમાચાર
Barabanki Temple Stampede: બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં ભાગદોડમાં બેનાં મોત
Kheda School Holiday: ખેડામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલોમાં રજા જાહેર, જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં ભીષણ ગોળીબાર, 6 લોકોના મોત, હુમલાખોરે પોતાને જ ગોળી મારી
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં ભીષણ ગોળીબાર, 6 લોકોના મોત, હુમલાખોરે પોતાને જ ગોળી મારી
Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 
Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 
Vivo થી લઈને Google Pixel સુધી, આગામી મહિને એન્ટ્રી મારશે આ સ્માર્ટફોન, જુઓ લિસ્ટ
Vivo થી લઈને Google Pixel સુધી, આગામી મહિને એન્ટ્રી મારશે આ સ્માર્ટફોન, જુઓ લિસ્ટ
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
દારૂ પીવાથી થાય છે આ સાત કેન્સર, હોશ ઉડાવી દેશે એઈમ્સના ડોક્ટરોનો આ અભ્યાસ
દારૂ પીવાથી થાય છે આ સાત કેન્સર, હોશ ઉડાવી દેશે એઈમ્સના ડોક્ટરોનો આ અભ્યાસ
Embed widget