(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના ડેથસ્પોટ ગણાતાં ગુજરાતના આ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા
ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા.
એક સમયે કોરાનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેતા અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona virus)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી કોરોનાના કુલ નવા 612 કેસ નોંધાયા છે. તો વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ સાથે અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક 2 હજાર 348 પર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-36, વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26, જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે.
સુરત કોર્પોરેશનમાં 503, અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18, વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18, જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.