શોધખોળ કરો

આજથી અમદાવાદમાં ખુલશે બજારો, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહશે

મહિલા-પુરુષો માટે ખરિદિનો સમય છે અલગ-અલગ.

મદાવાદઃ  અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 15મી મે સવારે છ વાગ્યા સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ સમય આજે સવારે 6 વાગે પૂર્ણ થયો છે. ત્યારે અમદાવાદમાં આજથી આ તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે અમદાવાદીઓએ અમુક નિયમોનું ચોક્કસ પાલન કરવાનું રહેશે. આજથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ અને કરિયાણાની દુકાનો ખોલી શકાશે. આ માટે અત્યાર સુધીમાં કુલ 17 હજાર વેપારીઓનું સ્ક્રિનિંગ કરાયું છે. અને વેપારીઓને હેલ્થકાર્ડ પણ અપાયા છે. શહેરના રિવરફ્રન્ટ ગુજરીબજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ, જેતલપુર અને વાસણા ખાતે એપીએમસી શરૂ કરાશે. ખેડૂતો મોડી રાતના 3 થી સવારે 7 વાગ્યા સુધી શાકભાજી વેચી શકશે જયારે સવારે 7 થી 10 સુધી લારીવાળાઓને શાકભાજી વેચી શકાશે.  જો કે આ શાકભાજી છૂટક ગ્રાહકોને વેચી શકાશે નહીં અદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ફરી શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાએ 15 મેથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. 15 મેથી સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. તો શાકભાજી વેચતા ફેરિયાઓ પણ હેલ્થકાર્ડ મેળવી શાકભાજીનું વેચારણ કરી શકશે. અમદાવાદના 10 વોર્ડમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. દાણીલીમડા, જમાલપુર, કાલુપુર, શાહપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, અસારવાનો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. કઈ શરતોનું પાલન કરવું પડશે તમામ દુકાનદારોએ કોરોપ્રેસન દ્વારા સ્ક્રીનીંગ પૂર્ણ કરી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ ઇસ્યૂ કરવાના રહેશે. ઉપરાંત કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી તેમને ફાળવણી કરેલા વોર્ડમાં નિશ્ચિત કરેલાં વિસ્તારમાં ખુલ્લા રાખી શકાશે. આ તમામ ધંધાર્થીઓએ માત્ર છૂટછૂટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. નિશ્ચિત સમયગાળા બાદ વેચાણ કરી શકાશે નહીં. વેપાર કરતાં સમયે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ ફરજિયાત રાખવું પડશે. આ કાર્ડ દર 7 દિવસે રિન્યુ કરાવવાનું રહેશે. વેચાણ કરતાં સમયે સામાજિક અંતર રાખવું પડશે. કન્ટેન્ટમેન્ટ એરિયામાં કોઈપણ સ્ટાફને કોઈપણ જાતની કામગિરી સોંપી શકાશે નહીં. પેમેન્ટને લઈને પણ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમણથી બચવા માટે ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જોકે આમ કરવું ફરજિયાત નથી. એટલે કે રોકડથી વહેવાર કરી શકાશે પણ તેના માટે દુકાનદારે અલગથી ટ્રેન રાખવાની રહેશે. તેવી જરીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે. ને જો રોકડથી જ વ્યવહાર કરવાનો થાય તો દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે. દુકાનમાં કામ કરતાંતમામ (માલિક તેમજ કામદાર) તથા ફેરિયાઓ હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે. ગ્રાહકોને તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર રાખવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget