શોધખોળ કરો
અમદાવાદઃ યુવતીને યુવક સાથે હતા શારીરરિક સંબંધ, બંનેની અંગત પળોના ફોટા કોના મોબાઈલ પર આવ્યા ?
શહેરના જૂના વાડજ વિસ્તામાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ સમયે યુવકે યુવતીની મરજી વિરુદ્ધ અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા.
અમદાવાદઃ શહેરના જુના વાડજમાં યુવતીના અશ્લીલ ફોટા તેના પૂર્વ પ્રેમીએ વાયરલ કરી દિધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમીએ હજુ પણ વધુ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં કંટાળેલી યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના જૂના વાડજ વિસ્તામાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ સમયે યુવકે યુવતીની મરજી વિરુદ્ધ અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. દરમિયાન થોડા દિવસ પહેલા યુવતીની બહેને તેની દીકરીના મોબાઇલમાં પ્રેમી સાથેના અંગતપળોના ફોટા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, બદનામીના ડરે યુવતીએ ફરિયાદ નોંધાવી નહોતી.
દરમિયાન ગત 6 ડિસેમ્બરે યુવતી તેના બહેનના ઘરે જઈ રહી હતી, ત્યારે તેનો પૂર્વ પ્રેમી આવ્યો હતો અને તેણે જ અંગતપળોના ફોટા વાયરલ કર્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, હજુ પણ બીજા ફોટા વાયરલ કરીને બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આથી યુવતીએ પૂર્વ પ્રેમીને ફોટા ડિલીટ કરવાનું કહ્યું હતું. જેને કારણે યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને બાથ ભીડી લીધી હતી.
જોકે, યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. જેથી યુવક તેને ધમકી આપીને ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગે યુવતીએ પોલીસે ફરિયાદ કરતાં વાડજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement