‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ડરી ગઇ છે BJP, ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા
અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. મળતી જાણકારી અનુસાર ગોપાલ ઇટાલિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં બીજેપી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ભાજપ આપના કાર્યકર્તા સાથે મારામારી કરી રહ્યો છે. ભાજપના લોકો આપ પાર્ટીની વોલ પેઈન્ટિંગ ભૂસે છે અને આપના વાહનોમાં તોડફોડ કરતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો.
ડર... ડર... ડર...,
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 7, 2022
'આપ'નો ભાજપને ડર !!
√ પહેલા 'આપ' નેતાઓ પર ખોટા કેસ કર્યા
√ પછી 'આપ'ના નેતાઓ પર ગુંડાઓ દ્વારા માર મરાવ્યો
√ હવે 'આપ'ના બેનર અને વોલ પેંટિંગને હટાવવાનો પ્રસાય કર્યો
30 વર્ષથી સત્તા પર બેસેલી ભ્રષ્ટ ભાજપને હવે ઈમાનદાર 'આપ'થી ડર લાગી રહ્યો છે. pic.twitter.com/dW2CvtYnlx
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ડરી ગયેલા ભાજપના લોકો આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિંગ ભૂસી નાખે છે. ભાજપ ડરી ગયો છે અને નેતાઓ બોખલાઈ ગયા છે. લોકોને નીચા દેખાડવા જેવું કૃત્ય કરે છે. આમ આદમી પાર્ટીને ખરાબ ચીતરવી અને કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યા છે.
भाजपा के @AmitShah जी कहते है कि बंगाल में विपक्ष को दबाया जा रहा है, विपक्ष को बंगाल में प्रताड़ित किया जा रहा है और गुजरात मे तो भ्रष्ट भाजपा की सरकार विपक्ष का रोज स्वागत सम्मान करती है।
— Gopal Italia (@Gopal_Italia) May 6, 2022
बंगाल में लोकशाही खतरे में है, ओर गुजरात में भाजपा ने लोकशाही को चार चांद लगा दिए है।
ઇટાલિયાએ કહ્યું કે અમારા કાર્યકર્તાઓ દરેક વિધાનસભાઓ પર પોતાની મહેનત પર અને સ્વખર્ચે વોલ પેઇન્ટિગ કરે છે. ભાજપ દ્વારા સરકારી દીવાલો અને ઇમારતો પર પેઇન્ટિગ કરવામાં આવે છે. અમે ખાનગી માલિકીની દિવાલો પર સ્વખર્ચે પેઇન્ટિંગ કરી રહ્યા છીએ. વોલ પર આમ આદમી અને અરવિંદ કેજરીવાલના વિચારો દર્શાવવામાં આવે છે. પરંતુ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિગને ભૂસવામાં આવી રહ્યા છે.
ઇટાલિયાએ કહ્યું કે એક તરફ ભાજપ કહે છે કે પશ્વિમ બંગાળમાં લોકશાહી ખતમ થઈ રહી છે તો શું ગુજરાતમાં લોકશાહીનું હનન નથી થતું ? લોકો ભાજપની આ ગુંડાગીરીને જોવે અને વિધાનસભામાં ઝાડુ ફેરવી આવા ભાજપના લોકોને હટાવે.