શોધખોળ કરો

Gujarat Election: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયાસ, જાણો શાહી ફેંકનાર કોણ છે

Gujarat Election 2022: એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટે લઈ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો,

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન આજે અમદાવાદમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે આ ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટે લઈ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જે બદલ તેની અટકાયત કરવામાં આવી હતી.

ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા: સોલંકી

મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું.  પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. ભાજપની નીતિ ગુમરાહ કરવાની અને લોકોને બીજી દિશામાં લઈ જવાની છે.

કૉંગ્રેસનું 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે કૉગ્રેસ ભાજપની સરકાર સામે આરોપનામું લઇને આવી છે. પ્રજાના આશીર્વાદથી રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બનશે. કૉંગ્રેસના શાસનમાં જીડીપી 18થી 23 ટકા હતો. આરોગ્ય, શિક્ષણમાં કૉંગ્રેસના શાસનમાં ગુજરાત આગળ હતુ. કૉંગ્રેસના શાસનમાં ઉદ્યોગોમાં પણ ગુજરાત આગળ હતું.

મોરબી દુર્ઘટના, કથિત લઠ્ઠાકાંડ, કોવિડ મિસ મેનેજમેન્ટ, શિક્ષણ, બેરોજગારી સહિતના મુદ્દાઓનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં તમામ પ્રકારના હથકંડા અજમાવશે પરંતુ અમે લોકોના મુદ્દાની વાત કરીએ છીએ. ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા હતા. કોંગ્રેસના શાસનમાં જીડીપી 18થી23 ટકા હતો. માથાદીઠ આવકમાં ગુજરાત દેશમાં નંબર વન હતું. આજે ભાજપવાળા 8 ટકા જીડીપીમાં ખુશ થાય છે. જાપાન સામેની હરીફાઈમાં ગાંધીનગરમાં સૌ પહેલા ઇલેક્ટ્રિક ઝોન કર્યો હતો.

રાહુલ ગાંધી 10 નવેમ્બરના રોજ વડોદરામાં સંબોધિત કરી શકે છે જનસભા

જરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં સામેલ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી 10 નવેમ્બરે વડોદરામાં જનસભાને સંબોધિત કરી શકે છે. નોંધનીય છે કે આ પહેલા ભાજપ આરોપ લગાવી રહી હતી કે રાહુલ ગાંધી પાર્ટીના પ્રચાર માટે ગુજરાત નહીં આવે. હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગુજરાતની સત્તા પરથી ભાજપને હટાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. જોકે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Embed widget