ગુજરાત ATSએ અશરફ નાગોરીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી, ગુજસીટોકના ગુનામા હતો વોન્ટેડ
સુરત શહેરના માથાભારે અશરફ નાગોરીને ગુજરાત ATS દ્વારા મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત ATSને અશરફને પકડવામાં સફળતા મળી છે.
સુરત શહેરના માથાભારે અશરફ નાગોરીને ગુજરાત ATS દ્વારા મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત ATSને અશરફને પકડવામાં સફળતા મળી છે. માહિતી પ્રમાણે આ આરોપી ફરાર હતો. ગુજરાત ATS દ્વારા અશરફ નાગોરીની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. અશરફ નાગોરી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. તે આ ગુનામાં અત્યારસુધી ફરાર હતો. તેનું આખું નામ મોહમ્મદ અશરફ નાગોરી છે.
અશરફ નાગોરી ફાયરિંગ અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો. એટલું જ નહીં અગાઉ હરેન પંડ્યા હત્યા કેસમાં પણ તેની સંડોવણી હોવાના અહેવાલ હતા. આ માથાભારે આરોપી અને તેના સાથીઓ પર 25 થી વધુ ગુના નોંધાયેલા છે.
હથિયાર, હત્યાની કોશિશ, ખંડણી, જમીન પચાવવી, ફાયરિંગ જેવા અનેક ગુના બાદ ફરાર આ આરોપી ઝડપાયો છે. 2002 માં ભાજપ નેતા પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના કેસમાં પણ આ નામ ખુબ ઊછળ્યું હતું. જો કે કોર્ટે તેને મુક્ત કર્યો હતો.
ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં ક્યા 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે ? જાણો શું છે મોટું કારણ ?
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લે છેલ્લે પડેલા વરસાદના કારણે લોકોમાં રાહત છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. હાલમાં લો-પ્રેશર મધ્યપ્રદેશ પર છે પણ ગુજરાત તરફ આવી રહ્યું છે અને આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે. આ લો-પ્રેશર 48 કલાકમાં નબળું થતું જશે તેના કારણે ણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે. આ લો પ્રેશરના કારણે મધ્ય પ્રદેશમાં શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહેશે. તેના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે.