Ahmedabad Plane Crash: ગુજરાત ATSને અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળ પરથી DVR મળ્યું, જુઓ VIDEO
અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે.

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.કોઈપણ વિમાન અકસ્માતની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
#WATCH | Gujarat ATS recovered a Digital Video Recorder (DVR) from the debris of the Air India plane that crashed yesterday in Ahmedabad.
— ANI (@ANI) June 13, 2025
An ATS personnel says, "It's a DVR, which we have recovered from the debris. The FSL team will come here soon." pic.twitter.com/zZg9L4kptY
તેનું નામ બ્લેક બોક્સ હોય પરંતુ તે ઓરેન્જ કલરનું હોય છે. કારણ કે દુર્ઘટના બાદ કાટમાળમાંથી તેને શોધવામાં સરળતા રહે. જેમાં બે ભાગ હોય છે. ફ્લાઈટ ડેટા રેકોર્ડર ( FDR ) અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) આ બંને મળીને બ્લેક બોક્સ કહેવાય છે.
વિમાન ટેકઓફ થવાની થોડી જ મિનિટોમાં દુર્ઘટના બની હતી. જેમાં મુસાફરી કરી રહેલા 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બરમાંથી માત્ર 1 જ વ્યક્તિ જીવીત છે. જ્યારે પણ કોઈ પણ ફ્લાઇટને લગતી દુર્ઘટના બને છે ત્યારે તેના સાચા કારણની તરત ખબર પડતી નથી. કોઈપણ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે એજન્સીઓ ફ્લાઇટમાં રહેલા બ્લેક બોક્સની તપાસ કરતા હોય છે.
બ્લેક બોક્સમાં શું હોય છે
બ્લેક બોક્સ એક એવું ડિવાઇસ છે કે દરેક એર ક્રાફ્ટમાં હોય છે અને તેની અંદર ફ્લાઇટની ઉડાન દરમિયાનની દરેક મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ અને દરેક વાતચીતને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ કોકપિટમાં પાયલોટ વચ્ચે થયેલી વાતને પણ રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ નામ ધરાવતું ડિવાઇસ ખરેખર ઓરેન્જ કલરનું હોય છે. આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે તેણે સરળતાથી શોધી શકાય માટે તેનો કલર બ્રાઇટ ઓરેન્જ રાખવામાં આવે છે.
એકમાત્ર બચી ગયેલા મુસાફરે જણાવ્યું સત્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓ આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતા. વિશ્વાસે કહ્યું કે હું વિમાનમાંથી કૂદી પડ્યો ન હતો પરંતુ સીટ સાથે વિમાનમાંથી બહાર આવ્યો હતો.
અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું
હોસ્પિટલમાં દાખલ વિશ્વાસ કુમારે દુર્ઘટના વર્ણવતા કહ્યું કે રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. સન્નાટો, પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી તાકાત લગાવી દીધી હોય. અને પછી તે સીધી હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.



















