શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પેટાચૂંટણી: બાયડ બેઠક પર કોંગ્રેસનું NCP સાથે ગઠબંધન થશે તો સ્થાનિક નેતાઓએ આપી આવી ચીમકી
બાયડ બેઠકને લઈને સ્થાનિક આગેવાનોએ એનસીપી સાથે ગઠબંધનનો વિરોધ કર્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. કૉંગ્રેસે પણ તમામ બેઠકોને લઈને તૈયારીઓ શરૂ કરી દિધી છે. ત્યારે બાયડ બેઠકને લઈને સ્થાનિક આગેવાનોએ એનસીપી સાથે ગઠબંધનનો વિરોધ કર્યો છે. બાયડના સ્થાનિક આગેવાનો વિરોધ કરવા અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા.
બાયડ કૉંગ્રેસના સ્થાનિક આગેવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને રજૂઆત કરશે. બાયડ બેઠક માટે કોંગ્રેસે NCP સાથે ગઠબંધન ન કરવાનો આ અગ્રણીઓનો મત છે. જો NCP સાથે ગઠબંધન થશે તો તમામ અગ્રણીઓએ રાજીનામા ધરી દેશે તેવી ચિમકી આપી છે.
ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી એક સાથે જોવા મળી શકે છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બાયડ બેઠક ગઠબંધન થાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ, સમાન વિચારધારા વાળા પક્ષો ચૂંટણીમાં એક સાથે આવતા હોય છે. એનસીપી સાથે ગઠબંધન અંગે હાઇકમાન્ડ નિર્ણય લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion