શોધખોળ કરો
Advertisement
'હાર્દિકના સમર્થકો ઈશારો કરવા માંડ્યા છે કે હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો છે'
'હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે ધુંઆધાર પ્રચાર કર્યો, પરંતુ હાર્દિકે ગુજરાત કોંગ્રેસના મોટા નેતા સાથે મંચ શેર કર્યું નહોતું.'
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી, તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ અંગે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે વિશ્લેષણ કરતાં કહ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મહાનગર પાલિકામાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવા જઈ રહી છે. 28મી ફેબ્રુઆરીએ તેનું મતદાન થવાનું છે. હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે ધુંઆધાર પ્રચાર કર્યો, પરંતુ હાર્દિકે ગુજરાત કોંગ્રેસના મોટા નેતા સાથે મંચ શેર કર્યું નહોતું. એટલું જ નહીં, હાર્દિકના જે સમર્થક છે, એટલે કે હાર્દિકે પોતાની જ કમિટી બનાવી હતી પાટીદાર અનામત આંદોલન સમિતિ, તે સમિતિના સભ્યો જોરશોરથી કોંગ્રેસ સામે સુરત સહિત અન્ય શહેરોમાં પ્રચાર કરતા નજરે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસને હરાવવાની વાત કરતાં નજરે આવી રહ્યા છે. એટલે કે હાર્દિકના જે સૌથી નજીકના લોકો છે, તેઓ ખુલ્લીને સામે આવી ગયા.
રોનક પટેલે વધુમાં કહ્યું હતું કે, હવે વાત ફક્ત હાર્દિકની રહી છે. કેમકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી સુરતમાં થઈ ગઈ છે. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી ઘણી સીટો જીતી છે. આ બેઠકો એ વિસ્તારોમાંથી જીતી છે કે, જ્યાં પાટીદારોનું જબરજસ્ત વર્ચસ્વ હતું, હાર્દિકના સમર્થકોનું વર્ચસ્વ હતું. હાર્દિક ભલે ખુલીને પાર્ટી છોડવાની વાત ન કરી રહ્યો હોય, પરંતુ હાર્દિક સમર્થકો હવે ઇશારો કરી રહ્યા છે કે, હાર્દિકનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તે મંચ શેર કરવા માંગતા નથી.
એબીપી અસ્મિતાના એડિટરે જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો આવ્યા તે અગાઉ ચૂંટણી જાહેર થઈ ત્યારથી હાર્દિક દૂર ભાગી રહ્યા હતા. હાર્દિકે પાર્ટી માટે પ્રચાર જરૂર કર્યો, પરંતુ પાર્ટીના પ્રદેશના નેતાઓ અને પ્રદેશના પાર્ટીના ઇન્ચાર્જ સાથે ક્યારેય નજર નથી આવ્યા. એટલે કે, હાર્દિક પહેલેથી નારાજ છે. ભલે ખુલીને મંચ પર ન બોલી રહ્યા હોય, ખુલીને કોંગ્રેસ માટે મત માંગે છે, પરંતુ તેમની નારાજગી તેમના સમર્થકો દૂર જતા રહ્યા તેના સ્પષ્ટ ખબર પડી જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
રાજકોટ
Advertisement