શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના  નામને લઈને મોટી જાહેરાત થશે. બંને પદ માટે નામ લગભગ નક્કી થઈ ગયા છે. દીપક બાબરિયા બની શકે છે પ્રદેશ કૉંગ્રેસના નવા સુકાની.

ગાંધીનગરઃ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના  નામને લઈને મોટી જાહેરાત હવે ગમે ત્યારે થાય તેવી શક્યતા છે. બંને પદ માટે નામ લગભગ નક્કી થઈ ગયા છે. દીપક બાબરિયા બની શકે છે પ્રદેશ કૉંગ્રેસના નવા સુકાની. જ્યારે શૈલેષ પરમાર કે પૂંજા વંશને નેતા વિપક્ષની કમાન સોંપાઈ શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના નવા સુકાની બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે હવે 48 કલાકમાં નવા સુકાની અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. બંને પદ માટે નામ નક્કી થઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરિયાનું નામ નક્કી છે. જોકે, વિપક્ષ નેતા માટે બે નામ ચાલી રહ્યું છે. 

દીપક બાબરીયાને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારો લાભ અપાવ્યો હતો. 

આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. રાજકિય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને પણ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મોટી સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસ પાર્ટીમાં હાલ નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને મંથન થઇ રહ્યું છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં નથી. હું હાલ જે પદ પર છું ખુશ છું. પ્રભારી ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે”

શક્તિ સિંહ ગોહિલે પેટ્રોલ ડિઝલના વધતા ભાવ માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે,. “પેટાચૂંટણીના નિરાશાજનક પરિણામથી ભાજપ સરકારને હવે જ્ઞાન થયું છે અન તેને વેટ પર નજીવો ઘટાડો કર્યાં છે. જેનાથી પેટ્રોલ ડિઝલના વધેલા  ભાવમાં ખાસ કોઇ ફરક પડતો નથી સરકારે એક્સાઇઝ ડ્યુટી એટલી વધારી દીધી છે કે, જો રાજ્ય ઘટાડે તો પણ નજીવ જ કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. જેનાથી કોઇ મોટો ફરક પડતો નથી”

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલએ મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે રાજકોટમાં ડ્રગ્સના મામલો સામે આવતા ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રગ્સ મુદ્દે સક્રિય થવાની જરૂર છે. રાજ્યના યુવાનો ડ્રગ્સના ભોગ ના બને તેની કાળજી રાજ્ય સરકારે લેવી જોઈએ.ડ્રગ્સ રાજ્યમાં કેવી રીતે આવે છે તે પણ એક મોટો સવાલ છે? કોના માધ્યમ થી મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે છે તેની સઘન તપાસ થવી જોઇએ અને રાજયનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચઢે માટે  રાજ્ય સરકારે નક્કર યોજના તૈયાર કરવી જોઈએ”. રાજકોટ આવેલા શક્તિસિંહ એ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મહત્વનું પ્રમુખ પદ અંગે નિવેદન આપ્યું હતું.... તેમણે કહ્યું હતું કે હું પ્રમુખ પદની રેસમાં નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget