ગુજરાતના કયા 4 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત? જાણો સંપૂર્ણ વિગત
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ અને ડાંગ જિલ્લામાં માત્ર 1-1 એક્ટિવ કેસ છે. જ્યારે છોટાઉદેપુરમાં 3 અને નર્મદા જિલ્લામાં 9 એક્ટિવ કેસો છે. ત્યારે આ ચારેય જિલ્લા ગમે ત્યારે કોરાનામુક્ત બની શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે રાજ્યના 4 જિલ્લાઓથી વધુ રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ચાર જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. જેમાંથી બે જિલ્લાઓ તો એવા છે, જ્યાં માત્ર 1-1 એક્ટિવ કેસ છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ અને ડાંગ જિલ્લામાં માત્ર 1-1 એક્ટિવ કેસ છે. જ્યારે છોટાઉદેપુરમાં 3 અને નર્મદા જિલ્લામાં 9 એક્ટિવ કેસો છે. ત્યારે આ ચારેય જિલ્લા ગમે ત્યારે કોરાનામુક્ત બની શકે છે. આ સિવાય 50થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 13, સુરેન્દ્રનગરમાં 15, મોરબીમાં 15, દાહોદમાં 20, બોટાદમાં 23, સાબરકાંઠામાં 43, પોરબંદરમાં 44, દેવભૂમિ દ્વારકામાં 47 અને બનાસકાંઠા જિલ્લામાં 46 એક્ટિવ કેસો છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10018 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.84 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,52,543 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 770 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.84 ટકા છે.
સુરત કોર્પોરેશનમાં 48, અમદાવાદ કોર્પોરેશન 47, રાજકોટ કોર્પોરેશનમાં 18, સુરતમાં 18, ગીર સોમનાથ 15, વડોદરા કોર્પોરેશન 15, જુનાગઢ 13, વડોદરા 11, ભરુચ 9, કચ્છ 8, વલસાડ 8, આણંદ 7, નવસારી 7, મહેસાણા 6, દેવભૂમિદ્વારકા 5, જામનગર કોર્પોરેશન 5, જુનાગઢ કોર્પોરેશન 5, પંચમહાલમાં 5, બનાસકાંઠા 4, ખેડા 4, સાબરકાંઠા 4, અમરેલી 3, ગાંધીનગર 3, મોરબી 3, જામનગર 2, મહીસાગર 2, તાપી 2, ભાવનગર 1, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 1, પોરબંદર 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો કુલ 7,749 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 7,546 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,892 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 10,018 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 17 જૂનના રોજ 2,52,543 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,12,92,259 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.84 ટકા છે.