શોધખોળ કરો

Gujarat Elections 2021 : ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં સપાટોઃ ક્યાં કેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા?

અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિન હરીફ થઈ ગઈ છે અને વગર ચૂંટણીએ જ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.

અમદાવાદઃ આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં સપાટો બોલી ગયો છે. અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિન હરીફ થઈ ગઈ છે અને વગર ચૂંટણીએ જ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં એક તરફી વાતાવરણ છે. કુલ 36માંથી અત્યાર સુધીમાં 17 સીટો બિનહરીફ થઈ ગઈ છે. ભાજપની અડધો અડધ સીટો બિનહરીફ થઈ ગઈ છે. 19 સીટો પર મતદાન થશે. આવી જ રીતે વડોદરાની પાદરા નગર પાલિકામાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારી પરત ખેંચી છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા પાદરામાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે. ભાજપો વોર્ડ નંબર 2 માં વિજ્યોત્સવ મનાવ્યો હતો. ગાયત્રી મંદિરે પાસે ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો. દાહોદની લીમખેડા તાલુકા પંચાયતની પોલીશીમળ તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર જેલાબેન મુનિયાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ છે. ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક બિનહરીફ થઈ છે. નંદાસણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. વિનોદ પટેલ નંદાસણ બેઠક પરથી બિનહરીફ થયા છે. ઉપરાંત વિજાપુર તાલુકા પંચાયતના ગોવિંદપુરા ઓજી 3ના ભાજપના ઉમેદવાર પટેલ સતીષભાઈ ભગવાનદાસ બિનહરીફ જાહેર થયા છે. બોટાદમાં ગઢડા તાલુકાની જલાલપર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે. જલાલપર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હીરાબેન સોલંકી છે. જલાલપર તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેચ્યું છે. જલાલપર તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ મહિલા ઉમેદવાર દયાબેન સિંધવે ઉમેદવારી નોંધાવી હતી. ગામમાં એકતા અને સંપ જળવાઈ રહે તે માટે થઈ ઉમેદવારી પત્ર પરત ખેચ્યું. સુરતની કામરેજ જિલ્લા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. કામરેજ જિલ્લા પંચાયત બેઠક બિન હરીફ થઈ છે. કોંગ્રેસના રેખાબેન અરવિંદભાઈ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. સુમનબેન દલપત રાઠોડ બિનહરીફ થયા છે. પંચમહાલની ઘોઘમ્બા તાલુકામાં ચૂંટણી પહેલા જ ભાજપે બે બેઠકોમાં બાજી મારી છે. કાનપુર જિલ્લા પંચાયત અને નવાગામ તાલુકા પંચાયત બેઠકો બિન હરીફ થઇ છે. કાનપુર જી.પં. માં કોંગ્રેસ ના ઉમેદવાર રમેશભાઈ રણછોડભાઈ રાઠવા એ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. નવાગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બકીબેન દિનેશભાઇ રાઠવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. જિલ્લા પંચાયત કાનપુર બેઠક પર ભાજપ ના રંગીતભાઈ ભોદરભાઈ રાઠવા અને નવાગામ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ના રંગેશ્વરીબેન રાઠવા બિન હરીફ થયા છે. રંગેશ્વરીબેન રાઠવા માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના ધર્મપત્ની છે. દાહોદના સીંગવડ તાલુકામા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સીંગવડ તાલુકા પંચાયતની પતંગડી તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ નાયકે પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ છે. ભાજપના ઉમેદવાર જશોદાબેન બારીયા બિનહરીફ થયા છે. બનાસકાંઠામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયં છે. વોર્ડ 6માં શકુંતલાબેન રાવલે ફોર્મ પરત ખેંચ્યું છે. સમાજના દબાણ હેઠળ ફોર્મ પરત ખેંચ્યું છે. મહેસાણામાં બહુચરાજી તાલુકામાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા પંચાયતની ત્રણ સીટોના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. ચદ્રોડા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કડવીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું . જેથી ભાજપના ઉમેદવાર કિંજલબેન દેસાઈ વિજેતા થયા છે. કોંગ્રેસના આંતરિક વિવાદના કારણે ઉમેદવારી ફોમ પરત ખેંચાયા છે. સંખલપુર સીટ પર કોગ્રેસ માં ઉમેદવાર દીપક પટેલે ફોમ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ભરતજી ઠાકોર વિજેતા થયા છે. દાહોદ તાલુકા પંચાયતની ઉસરવાણ તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે. કોગ્રેસના ઉમેદવાર મીનાબેન નીનામાએ ફોર્મ પરત ખેંચ્યું છે. ભાજપના ઉમેદવાર ગૌરીબેન પરમાર બિનહરીફ થયા છે. વલસાડ તાલુકાની દાંતી કકવાડી બેઠક પરથી કોંગ્રેસે ફોર્મ પરત ખેંચ્યું છે. દાંતી કકવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગિરીશ ટંડેલે ફોર્મ ખેંચ્યું છે. અપક્ષ ઉમેદવાર સંદીપ ટંડેલના સમર્થનમાં કોંગી ઉમેદવાર ગિરીશ ટંડેલએ ફોર્મ પરત ખેંચ્યું છે. ભાજપને હરાવવા દાંતી કકવાડી બેઠક પર અપક્ષ સાથે કોંગ્રેસે મિલાવ્યા હાથ છે. કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા વલસાડનું રાજકારણ ગરમાયું છે. વલસાડ તાલુકા પંચાયતની લીલાપોર બેઠક પર ભાજપ ઉમેદવાર આશિષ ગોહિલનો બિનહરિફ વિજય થયો છે. કોંગ્રેસ ઉમેદવાર કમલેશ ગોહિલે ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. ચૂંટણી પહેલા જ વલસાડ જિલ્લામાં ભાજપે ખાતું ખોલાવ્યું છે. આશિષ ગોહિલને મીઠાઈ ખવડાવી કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. જૂનાગઢમાં કેશોદ વોર્ડ નં 3 ના ભારતીય જનતા પક્ષના 2 ઉમેદવારો બિનહરીફ થયા છે. ભાજપના ઉમેદવાર ભરમીબેન ઓઘાભાઇ મુળીયાસિયા અને વીરાભાઇ પુંજાભાઇ સિંધલ બિન હરીફ બન્યા છે. કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં ભાજપના 2 ઉમેદવાર બિન હરીફ થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget