શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા ભૂતપૂર્વ મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ? પત્નીનો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ
ગુજરાતના પૂર્વ મંત્રી કિરીટ પટેલ કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ મંત્રી કિરીટ પટેલની પત્નીને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલ, બંને હોમ ક્વોરન્ટાઇન છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતના પૂર્વ મંત્રી કિરીટ પટેલ કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ મંત્રી કિરીટ પટેલની પત્નીને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલ, બંને હોમ ક્વોરન્ટાઇન છે.
આ અંગેની વિગતો એવી છે કે, વર્ષ 1995 કિરીટ પટેલ વિસનગર બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે, આ સમયે શંકરસિંહે ભાજપ સાથે બળવો કરી મુખ્યમંત્રી બન્યા ત્યારે કિરીટ પટેલ શંકરસિંહ સાથે ગયા હતા અને તેમની સરકારમાં મંત્રી બન્યા હતા. આ ઉપરાંત વર્ષ 2014માં તેઓ કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, લાલકૃષ્ણ અડવાણી સામે તેઓ હારી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion