શોધખોળ કરો

Gandhinagar: દિવાળી પર ગુજરાત સરકારે આપી મોટી ભેટ, હવે લોકોને આ પ્રિમિયમ નહીં ભરવું પડે

ગાંધીનગર: રાજ્યના ૮ શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: રાજ્યના ૮ શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
 
આ ઉપરાંત ડી-૧ કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-૨ કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં ૪૦ ટકા કપાત બાદ કરીને ૬૦ ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.
 
આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-૧ અને ડી-૨ કેટેગરીના ૮ શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા ૪૦ ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.
 
નોન ટી.પી. વિસ્તારમાં ૪૦ ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે. સરકાર સમક્ષ એવી વિવિધ રજુઆતો આવી હતી કે રાજ્યમાં આ શહેરી વિકાસ સત્તામંડળોમા સમાવિષ્ટ વિસ્તારો પૈકી નગર રચના યોજના જાહેર ન થઈ હોય એવા નોન ટી.પી.માં સમાવિષ્ટ વિસ્તારોમાં ૪૦ ટકા જમીન કપાત કરીને પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ ઈશ્યુ કરીને અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવે છે.
 
આના પરિણામે કબ્જેદારને અંતિમ ખંડ તરીકે ૬૦ ટકા અને સંબંધિત સત્તામંડળને ૪૦ ટકા જમીન કપાત પેટે સંપ્રાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં કબ્જેદાર પાસે બાકી રહેતી ૬૦ ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવું જોઈએ.
 
એટલું જ નહિ, જ્યાં ટી.પી. લાગુ થઈ હોય ત્યાં કપાત અને રાખવાપાત્ર જમીનનું ધોરણ ૪૦ ટકા અને ૬૦ ટકાનું છે એજ રીતે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન-ડી.પી લાગુ થયો હોય ત્યાં પણ આ જ  ધોરણ એટલે કે, ૪૦ ટકા અને ૬૦ ટકાનું રાખવુ જોઈએ. મુખ્યમંત્રી સમક્ષ એવી પણ રજુઆતો આવી હતી કે, વર્ષ ૨૦૧૮ના ઠરાવની જોગવાઈથી ટી.પી. વિસ્તાર કે ટી.પી.નો ઈરાદો જાહેર થયો હોય ત્યાં ‘એફ’ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા ૪૦ ટકા કપાતના ધોરણો ધ્યાને લઈને અંતિમ ખંડ ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
 
તે જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ ૪૦ ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસુલ લેવામાં આવે. હવે,સરકારે  રાજ્યના ડી-૧ અને ડી-૨ કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી ૬૦ ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.

આ પણ વાંચો...

મહેસૂલ વિભાગમાં વર્ગ-1 ના 79 અધિકારીઓની સાગમટે બદલીના આદેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget