શોધખોળ કરો

Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે.

સરકાર સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે. 1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે.

આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારિખ 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે.

એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં. ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.

જોકે આવી ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.

આવી પરવાનગી વખતે કબ્જેદારો પાસેથી “ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલીકીપણા- ટાઈટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે.” એ પ્રકારનું સોગંદનામું કલેક્ટરોએ મેળવી લેવાનું રહેશે. બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તાધિકારીઓએ કરાવવાનો રહેશે. હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.

આ પણ વાંચો...

Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget