શોધખોળ કરો

Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર

સુરત: રાજ્યમાં વરસાદે વિરામ લીધ છે પરંતુ હવે લોકો પર એક નવી મુસિબત સામે આવી છે. ચોમાસા બાદ હવે રોગચાળાએ ભરડો લીધો છે.  ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

સુરત: રાજ્યમાં વરસાદે વિરામ લીધ છે પરંતુ હવે લોકો પર એક નવી મુસિબત સામે આવી છે. ચોમાસા બાદ હવે રોગચાળાએ ભરડો લીધો છે.  ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સુરત પાલિકા સંચાલિત સ્મીમેરના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટરનું નામ ધારા ચાવડા હતું.

આ અંગે સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ડો.ધારા ચાવડાને ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુના કારણે સૌ પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં હોસ્ટેલમાં રહી તેણી સારવાર લઇ રહી હતી. જે બાદ વધુ સારવાર અર્થે પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ડેન્ગ્યુના કારણે મહિલા રેસિડેન્ટ તબીબને લીવર,મગજ અને હાર્ટ પર વધુ ગંભીર અસર થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં મહિલા તબીબનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ઘટનાને લઈ સ્મીમેર સાફ સફાઈની કામગીરી સઘન કરવામાં આવી છે. હોસ્ટેલ સહિતના સ્થળોનો રાઉન્ડ લેવામાં આવ્યો છે. આસપાસ કન્સ્ટ્રકશન સાઇટ હોવાથી વાહક જાળા અને મચ્છર જન્ય રોગોની શકયતા છે. જેથી સ્મીમેર હોસ્પિટલ અને કેમ્પસમાં દવા છંટકાવ સહિત સાફસફાઈની કામગીરી કરાઈ છે. 

આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જાવ

નિષ્ણાંતોનું કહેવું છે કે ડેંગ્યુ મચ્છર કરડ્યાના એક અઠવાડિયામાં દર્દીના શરીરમાં ડેંગ્યુના લક્ષણો દેખાવા લાગે છે. તેથી તેની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ડેંગ્યુના લક્ષણો એકસરખા હોતા નથી અને કેટલીકવાર દર્દીઓમાં તે અલગ રીતે દેખાય છે.

ડેંગ્યુના કિસ્સામાં દર્દીને ખૂબ જ તાવ આવે છે. આ તાવ ત્રણથી ચાર દિવસ સુધી રહે છે અને જ્યારે આવું થાય ત્યારે દર્દીને ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ. વધુ તાવની સાથે ડેંગ્યુના દર્દીઓને માથાનો દુખાવો પણ થાય છે. દર્દીઓને આંખોની નજીક પીડા થાય છે. તેઓને આંખો ખોલવામાં પણ તકલીફ થાય છે.

ડેંગ્યુના તાવના થોડા દિવસો પહેલા દર્દીના શરીર પર લાલ ચકામા અથવા ગુલાબી ધબ્બા દેખાવા લાગે છે. પ્રથમ તેઓ પેટ અને પીઠથી શરૂ થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. ડેંગ્યુના પ્રારંભિક લક્ષણોમાં હાડકામાં દુખાવો પણ સામેલ છે. હાડકાંની સાથે-સાથે સ્નાયુઓમાં પણ ઘણો દુખાવો થાય છે. જો દર્દી તાવની સાથે નબળાઈ અને થાક અનુભવતો હોય તો તે ડેંગ્યુનું લક્ષણ છે. આ સમયગાળા દરમિયાન પ્લેટલેટ્સ ઘટવાને કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને તે ખૂબ જ થાક અને નબળાઇ અનુભવે છે.જો ડેંગ્યુના તાવની વચ્ચે દર્દીના નાક કે પેઢામાંથી લોહી નીકળવા લાગે તો સમજવું કે ડેંગ્યુ જીવલેણ બની રહ્યો છે.

આ પણ વાંચો...

Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget