શોધખોળ કરો

સુરતઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ 31 ડીસેમ્બરે આવશે જેલમાંથી બહાર, જાણો ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?

ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. નારાયણ સાઈની માતાની 1 ફેબ્રુઆરીએ હાર્ટ સર્જરી હોવાથી તેના જામીન મંજૂર કરાયા છે.

અમદાવાદઃ આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈના ફરી એક વાર જામીન મંજૂર કરાયા છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. નારાયણ સાઈની માતાની 1 ફેબ્રુઆરીએ હાર્ટ સર્જરી હોવાથી તેના જામીન મંજૂર કરાયા છે. જામીન દરમિયાન નારાયણ સાઈ અમદાવાદ કે સુરત આશ્રમની મુલાકાત નહીં લઈ શકે અને તેની માતાની સારવાર ચાલી રહી છે એ હોસ્પિટલની જ મુલાકાત લઈ શકશે. નારાયણ સાઈએ 10 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ આપવા પડશે અને તેની સાથે રહેનારા પોલીસનો ખર્ચ પણ ઉઠાવવાનો રહેશે. આ પહેલાં હાઈકોર્ટે ડીસેમ્બરમાં પણ નારાયણ સાઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા હતા. નારાયણ સાઈ પણ સુરતની સાધ્વી સામે બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે. ડિસેમ્બર 2013માં બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની હરિયાણાથી ધરપકડ થયા બાદ તે પહેલી ગયા મહિને વાર જેલની બહાર આવ્યો હતો. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાં જ નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું. માતાની તબિયત માટે જામીન મળતા કોર્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. લોકોને આગ્રહ છે કે, વધુ ભીડ ડ ના કરે અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે. કોવિડના નિયમોનું પાલન કરે તેવો હું લોકોને આગ્રહ કરું છું નારાયણ સાંઈએ માતાની તબિયત ખરાબ હોવાથી જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ફર્લો જામીન મંજૂર કરતાં 5000 રૂપિયાના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો. નારાયણ સાંઈએ આ અગાઉ પણ 10 દિવસના જામીન માટે અરજી કરી હતી પણ તેની અરજી નકારી કઢાઈ હતી. નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં નવેસરથી અરજી કરી હતી કે, તેની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે.તેણે પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેની અરજી સ્વીકારીને નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરી ફર્લો મંજૂર કર્યા હતા. સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશાસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ

પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ

હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ

"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
Embed widget