Ahmedabad: 16 વર્ષની છોકરી માટે બે દંપતિ વચ્ચે કેમ જામ્યો છે કાનૂની જંગ ? કોર્ટ છોકરી સાથે ચર્ચા પછી લેશે નિર્ણય
હાઈકોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દે બંને પક્ષો સામસામે બેસીને ઉકેલ લાવે તે જરૂરી છે. પરંતુ બંને પક્ષો કોર્ટના આદેશનો આગ્રહ રાખી રહ્યા હોવાથી કોર્ટ હવે દીકરી સાથે ચર્ચા કરશે.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં 16 વર્ષીય કિશોરીની કસ્ટડનો કેસ પહોંચ્યો છે. જન્મ આપનાર માતા-પિતા અને દત્તક લેનાર માતા-પિતા હાઈકોર્ટમાં પહોંચ્યા છે. ત્યારે હાઈકોર્ટે બંને પક્ષોને તાકીદ કરી છે કે, તેમને જેટલું લડવું હોય તેટલું લડે પરંતુ દીકરીને દુખી ન કરે. કોર્ટ દીકરી સાથે કરીને કસ્ટડી કોને આપવી તેનો નિર્ણય લેશે.
આ અંગેની વિગતો એવી છે કે, દીકરીને જન્મ આપનાર પિતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમણે તેમના કાને કોઈ સંતાન થતું ન હોવાથી પોતાની દીકરી કાકા-કાકીને દત્તક આપી હતી. આ સમયે બંને પક્ષો વચ્ચે વિવિધ કરાર પણ થયા હતા. દીકરી દત્તક લીધાના થોડા વર્ષો પછી કાકાને ત્યાં પારણું બંધાયું હતું અને દીકરીનો જન્મ થયો હતો.
આ પછી અરજદાર માતા-પિતાએ તેમની દીકરી પરત માંગી હતી. તેમણે કાકા-કાકીને જણાવ્યું હતું કે, દીકરી હવે 16 વર્ષની થઈ ગઈ છે અને હવે તેઓ ઉછેર કરવા માંગે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દે બંને પક્ષો સામસામે બેસીને ઉકેલ લાવે તે જરૂરી છે. પરંતુ બંને પક્ષો કોર્ટના આદેશનો આગ્રહ રાખી રહ્યા હોવાથી કોર્ટ હવે દીકરી સાથે ચર્ચા કરશે. આ સમયે કોર્ટે ટકોર કરી હતી કે, તેઓ ભલે લડે, પરંતુ દીકરીને દુખી ન કરે. કોર્ટે કહ્યું હતું કે, આવા કિસો કોર્ટ માટે પણ પીડાદાયક હોય છે. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 13મી સપ્ટેમ્બરે યોજાશે.
Surat : ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ચોર સાથે ઝપાઝપીમાં 21 વર્ષીય યુવકની થઈ ગઈ હત્યા, જાણો સંપૂર્ણ વિગત
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 21 વર્ષીય યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરામાં આવેલ મણિનગરમાં હત્યા થઈ છે. મણિનગર પ્લોટ નંબર 73માં ચોર ચોરી કરવા આવ્યો હતો. ચોર ચોરી કરતા સમયે ઘરવાળા જાગી જતા ચોર ભાગ્યો હતો. ઘરવાળા ધાબા પરથી જોતા ત્રણ લોકોને ચોર દેખાતા ચોરને પકડવા પાછળ ભાગ્યા હતા.
વિરેન્દ્ર ગુપ્તા (ઉં.વ. 21) ચોર જોડે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી થતાં વિરેન્દ્ર ગુપ્તાના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ચોર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના અધિકારી સહિત પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.