શોધખોળ કરો
Advertisement
તાલાલા બેઠક પર થશે પેટાચૂંટણી, હાઈકોર્ટે ભગવાન બારડની અરજી ફગાવી
અમદાવાદઃ તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા અંગેના વિવાદ પર હાઇકોર્ટ દ્વારા આજે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે હાલ પૂરતી પેટા ચૂંટણી પર રોક લગાવવાની ભગવાન બારડની માંગણી ફગાવી દીધી છે અને પેટા ચૂંટણી પર સ્ટે આપવા ઇનકાર કરી દીધો છે.
ભગવાન બારડને ગેરલાયક કરાવવાના મુદ્દે તેમણે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં હાલ પેટાચૂંટણી ના યોજાય તે મતલબની માગણી કરી હતી. સાથે જ વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પણ પડકાર્યો હતો. તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવા અંગે ચૂંટણીપંચે ગઈ કાલે પોતાનું વલણ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું અને રજૂઆત કરી હતી કે ચૂંટણીપંચે વિધાનસભા અધ્યક્ષ ના જાહેર કરાયેલા મેન્ડેટ પ્રમાણે પગલા લેવાના હોય છે.
વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર ફેર વિચારણા કે સમીક્ષા કરવા માટેની એપેલેટ બોડી ચૂંટણીપંચ નથી. ચૂંટણીપંચે પક્ષપાતભર્યું કોઈ વલણ દાખવ્યું નથી.ચૂંટણી પંચે કરેલા એફિડેવિટ બાદ હાઈકોર્ટે ચૂંટણીપંચને એ પણ પૂછ્યું કે જ્યારે ભગવાન બારડને દોષિત જાહેર કરવાના નિર્ણય પર રોક લાગેલી હતી, તેવામાં ઉતાવળથી ચૂંટણી જાહેર કરવાની શું જરૂર હતી, જેમાં ચૂંટણી પંચે પોતે નિયમાનુસાર કાર્યવાહી કરી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
વિધાનસભા અધ્યક્ષના સેક્રેટરીએ આ પહેલા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ધારાસભ્યને જે દિવસે બે વર્ષથી વધારેની સજા પડી તે જ દિવસથી તે બેઠક પર તેઓ ગેરલાયક ઠરે અને એ જગ્યા ખાલી પડી ગણાય. તેવામાં ભગવાન બારડની રજૂઆતો કોર્ટે સ્વીકારવી જોઈએ નહીં. ભગવાન બારડે પોતાની અરજીમાં વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પડકારવાની સાથે-સાથે તાલાલા બેઠક પર થનારી પેટા ચૂંટણીને પણ પડકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement