શોધખોળ કરો

Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત

Gujarat Hooch Tragedy Update: ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉછડી , અણીયાળી વિગેરે ગામોમાંથી શંકાસ્પદ મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ હતું .

Gujarat Hooch Tragedy: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. ધંધુકા તાલુકામાં 10 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપને આ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું છે.

આ દરમિયાન લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.

ગઇકાલ સવારથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉછડી , અણીયાળી વિગેરે ગામોમાંથી શંકાસ્પદ મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ હતું . બાદમાં ધંધુકાની બાજુમાં આવેલ બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં પણ આવા અન્ય બનાવો બન્યા હોવાનું જાણવા મળેલ છે . જેથી આ વિશે પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરતાં પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ ઝેરી કેમીકલની અસરથી થયેલ હોવાનું જણાયેલ છે. હાલ સુધીમાં કુલ- 30 લોકોના મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે અને કુલ -51 લોકો ભાવનગર તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ પૈકી અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં 6 મૃત્યુ થયા છે અને બોટાદ જીલ્લામાં 22 મૃત્યુ થયેલ છે અન્ય 2 મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ બનાવો સંદર્ભે હાલ સુધી 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે, જેમાં બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં કુલ -14 આરોપીઓ સામે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે , તેમજ બોટાદ જીલ્લાના રાણપુર ખાત 11 - આરોપીઓ સામે એક ગુનો દાખલ થયેલ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા પોલીસ સ્ટેશનમાં કુલ -5 અકસ્માત મોતના બનાવે દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ચાલી રહેલ છે અને જો તેમાં પણ મૃત્યુ ઝેરી કેમીકલની અસરથી થયેલ હોવાનું જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આ બનાવો સંદર્ભ મુખ્ય આરોપી સહીત કુલ -6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

આ બનાવોની તપાસમાં સ્થાનિક જીલ્લાની પોલીસ ઉપરાંત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ જોડાયેલી છે. હાલમાં તપાસ ટીમ દ્વારા મોટા ભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ - પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. આ બનાવની તપાસમાં હાલ સુધી આ બનાવો ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી બનેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવના 24 કલાકની અંદર જ આ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહીનું એફ.એસ.એલ.ગાંધીનગર દ્વારા પૃથ્થકરણ કરતાં તેમાં કુલ 68.71 તથા 68.29 ટકા મિથાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું શોધાયેલ છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમની મેડીકલ ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંદર્ભે એફ.એસ.એલ.ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ છે. આ બનાવમાં સામેલ તમામ આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવશે અને તમામ જવાબદાર વિરૂધ્ધ સંખ્ત કાર્યવાહીના પગલા લેવામાં આવશે.

આ પણ વાંચોઃ

Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું

Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Embed widget