શોધખોળ કરો
ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો કયા-કયા શહેરોમાં પડી શકે છે ધોધમાર વરસાદ?
આગામી 48 કલાકમાં નર્મદા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
![ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો કયા-કયા શહેરોમાં પડી શકે છે ધોધમાર વરસાદ? Gujarat Monsoon: What does the Meteorological Department do with big rainfall in Gujarat? ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો કયા-કયા શહેરોમાં પડી શકે છે ધોધમાર વરસાદ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10113915/Rain-Image.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદી સિઝન ખુલી છે ત્યારે સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે અનેક ગામડાંઓમાં ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા બન્યાં છે. જોકે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાતં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છ વિસ્તારોમાં અને અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આગામી 48 કલાકમાં નર્મદા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ તુટી પડશે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણા સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટરમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, આગામી 48 કલાકમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટને એલર્ટ કરી દેવાયા છે. આ સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ અને પંચમહાલ, દાહોદ, ખેડા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવી પહોચ્યું છે. જેની સીધી અસર દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે.
અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ રાજ્ય પર સક્રિય છે જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે હજી પણ અગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)