શોધખોળ કરો

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ-ડીઝલનો રિઝર્વ જથ્થો ઉપલબ્ધ; માર્ચ એન્ડિંગના કારણે કંપનીઓએ ક્રેડિટ બંધ કરી એડવાન્સ પેમેન્ટ માંગતા સર્જાઈ છે કામચલાઉ અછત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો, 'પેટ્રોલ ખલાસ'ના બોર્ડ.
  • માર્ચ એન્ડિંગ, સરકારી કંપનીઓની ઉધાર બંધ, એડવાન્સ પેમેન્ટ શરૂ.
  • IOCના પંપો પર વધુ તંગી, ખાનગી કંપનીઓ પણ પુરવઠો નિયંત્રિત.
  • 10 દિવસમાં સ્થિતિ સામાન્ય થશે, ક્રૂડ ઓઈલનો પુરવઠો યથાવત.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અનેક પંપો પર 'પેટ્રોલ ખલાસ' ના બોર્ડ લાગી ગયા છે. લોકોમાં ડર છે કે પેટ્રોલ ખૂટી પડ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. આ સમગ્ર મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે સ્પષ્ટતા કરી છે કે લોકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રિઝર્વ પડેલો છે. આ અછત પાછળનું સાચું કારણ ક્રૂડ ઓઇલની કમી નહીં, પરંતુ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા માર્ચ એન્ડિંગને પગલે પેમેન્ટ સિસ્ટમમાં કરાયેલો મોટો ફેરફાર છે.

ઉધાર બંધ અને એડવાન્સ પેમેન્ટનો નવો નિયમ

અત્યાર સુધી પંપ સંચાલકોને કંપનીઓ તરફથી ક્રેડિટ (ઉધાર) પર પેટ્રોલ અપાતું હતું. પરંતુ, હાલમાં માર્ચ એન્ડિંગ ચાલતું હોવાથી કંપનીઓ જૂની ઉઘરાણી કરી રહી છે. કંપનીઓએ એવો નિયમ લાગુ કર્યો છે કે જ્યાં સુધી તેમના બેંક એકાઉન્ટમાં એડવાન્સ પેમેન્ટ જમા નહીં થાય, ત્યાં સુધી પેટ્રોલનો નવો પુરવઠો નહીં મોકલાય.

ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) કે જે પંપ સંચાલકોને અત્યાર સુધી સૌથી વધુ ક્રેડિટ આપતી હતી, તેણે હાલમાં ઉધાર આપવાનું સદંતર બંધ કરી દીધું છે. આ જ કારણસર IOC ના પંપો પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે.

ખાનગી કંપનીઓની સ્થિતિ અને સરકારના પગલાં

હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ ઉપરાંત રિલાયન્સ, નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓ પણ પોતાની રીતે નિર્ણયો લઈ રહી છે.

નાયરા કંપનીમાં તો પહેલેથી જ એડવાન્સ પેમેન્ટ લેવાય છે, પરંતુ હાલમાં તેમની વાડીનાર રિફાઇનરીમાંથી પેટ્રોલનો પુરવઠો ઓછો આવી રહ્યો છે.

બીજી તરફ, શેલના પેટ્રોલ પંપ પર બજાર કરતા ભાવ વધુ હોવાથી ત્યાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે.

આ અછતને દૂર કરવા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર અને પુરવઠા વિભાગ પૂરતું ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ ખાતે પેટ્રોલ પંપ એસોસિએશન અને કંપનીના અધિકારીઓ વચ્ચે એક મહત્વની મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં કંપનીઓએ ઝડપથી પુરવઠો મોકલવાનું આશ્વાસન આપ્યું છે.

આગામી 10 દિવસમાં સ્થિતિ થશે સામાન્ય

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. ગયા અઠવાડિયે જ ખાડી દેશોમાંથી 2 ક્રૂડ ઓઇલના સુપર ટેન્કર ભારત આવ્યા છે. આ ઉપરાંત, રશિયાથી આવતું ક્રૂડ ઓઈલ વાયા ચીની સમુદ્ર થઈને પહોંચી રહ્યું છે અને ઈરાને પણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી ભારતીય ટેન્કરોને પસાર થવાની છૂટ આપી દીધી છે. તેથી, બજારમાં પેટ્રોલની જે થોડી અછત થઈ છે તે માત્ર ક્રેડિટ પોલિસી બંધ થવાને કારણે છે. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં જ પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ જવાની પૂરી સંભાવના છે.

Frequently Asked Questions

ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો અને 'પેટ્રોલ ખલાસ'ના બોર્ડ શા માટે જોવા મળી રહ્યા છે?

આ અછત પેટ્રોલની કમીને કારણે નથી, પરંતુ સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ માર્ચ એન્ડિંગને કારણે પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. પેટ્રોલ પંપ સંચાલકોને ઉધારને બદલે હવે એડવાન્સ પેમેન્ટ પર જ પેટ્રોલ મળશે.

શું દેશમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખરેખર ઓછો છે?

ના, દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રિઝર્વ પડેલો છે. આ અછત ક્રૂડ ઓઇલની કમીને કારણે નથી.

કઈ કંપનીઓના પંપ પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે?

ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ના પંપો પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે, કારણ કે IOC અત્યાર સુધી સૌથી વધુ ક્રેડિટ આપતી હતી અને હવે તેણે ઉધાર આપવાનું બંધ કર્યું છે.

આ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે?

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ જવાની પૂરી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget