શોધખોળ કરો

લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીને લઈ મોટા સમાચાર, શારીરિક કસોટીનો કાર્યક્રમ જાહેર

લોકરક્ષકમાં મહિલા ઉમેદવારો શારીરિક કસોટી 29 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી યોજાશે. લોક રક્ષકમાં પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 25 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી સુધી યોજાશે.

ગાંધીનગરઃ લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. લોકરક્ષકમાં મહિલા ઉમેદવારો શારીરિક કસોટી 29 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી યોજાશે. લોક રક્ષકમાં પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 25 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી સુધી યોજાશે.

પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થશે. PSI પુરુષ ઉમેદવારોની કસોટી 24 ડિસેમ્બરના રોજ પુરી થશે. PSI મહિલા ઉમેદવાર શારીરિક કસોટી 28 ડિસેમ્બર ના રોજ પુરી થશે. રાજ્યમાં 12 મેદાનોમાં પુરુષોની તો 3 મેદાન પર મહિલા ઉમેદવારોની શારીરિક પરીક્ષા યોજાશે. મહિલા ઉમેદવારોની શારીરિક પરીક્ષા રાજકોટ શહેરઝ ભરૂચ તથા ગાંધીનગરમાં યોજાશે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા અયોગે પરિણામ જાહેર કર્યું તેમાં 40 ઉમેદવારો પોલીસ ઇન્સ્પેકટર પરીક્ષામાં પાસ થયા હોવાનું જાહેર કરાયું છે જ્યારે 12 ઉમેદવારોનો વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પુરુષ ઉમેદવારો માટે  જનરલ કેટેગરીમાં 418.5 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે મહિલા વર્ગમાં જનરલ કેટેગરીમાં  391.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગમાં પુરુષ કેટેગરીમાં 410.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે આર્થિક રીતે પછાત વર્ગની કેગેટરીમાં મહિલાઓ માટે  370.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.

આ ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 398.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે 362.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં SC ઉમેદાવારોમાં પુરુષો માટે  394.25 કટ ઓફ માર્ક, SC મહિલા ઉમેદવારો માટે 359.75 કટ ઓફ માર્ક છે. આ ઉપરાંત ST પુરુષ ઉમેદવારો માટે 341 કટ ઓફ માર્ક અને ST મહિલા ઉમેદવારો માટે 354 કટ ઓફ માર્ક છે. 

અમદાવાદ શહેરમાં નાગરિકો સાથે ગેરવર્તન કરનારા TRB જવાનોની દાદાગીરી ચાલશે નહીં. છેલ્લા એક વર્ષમા અમદાવાદમાં 700 ટીઆરબી જવાનને છૂટા કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે વધુ 700 જવાનોની ભરતી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 700 TRB જવાનની ભરતી કરાશે કેમ કે, છેલ્લા એક વર્ષમાં જ સતત ગેરહાજર રહેનારા અને નાગરિકો સાથે ગેરવર્તન કરનારા 700 TRB જવાનને છૂટા કરાયા છે. નોંધનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં TRB જવાનોની ગેરવર્તણૂકને લઈ વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે.

અમદાવાદમાં અત્યારે કુલ ૧૭૫૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો કાર્યકરત છે. છેલ્લા ૧ વર્ષ માં ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરાયા છે. ૩૦૦ રૂપિયાના દૈનિક પગાર લેખે ૨૮ દિવસનો ટીઆરબી જવાનને પગાર આપવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા TRB જવાનોને પગાર ચૂકવવા આવે છે. જે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે તેમાં પુરુષ માટે ૮૦૦ મીટર ૧૯૦ સેકંડમાં દોડ પૂરી કરવાની હોય છે. મહિલા માટે ૪૦૦ મીટરની દોડ ૧૦૫ સેકંડમાં પૂરી કરવાની હોય છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget