શોધખોળ કરો

Amit Shah Gujarat Visit: ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે આવશે ગુજરાત, ભાજપના સંગઠનમાં થઈ શકે છે મોટો ફેરફાર

Amit Shah Gujarat Visit: અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક મળશે. જે બાદ સંગઠનમાં કરવામાં ફેરફાર કરવામાં આવી શકે છે.

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક મળશે. જે બાદ સંગઠનમાં કરવામાં ફેરફાર કરવામાં આવી શકે છે.

ગુજરાત ભાજપના સંગઠનમાં શું થઈ શકે છે મોટા ફેરફાર

અમિત શાહની મુલાકાત બાદ ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે નિર્ણય લેવામાં આવશે. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોના રાજીનામા લેવાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો. ભાજપને 182 બેઠકમાંથી 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. કોંગ્રેસને સૌથી ઓછી 17 અને પ્રથમ વખત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડી રહેલી આપને 5 બેઠકો મળી હતી.

યુવક યુવતિને મેસેજ મોકલીને કરતો હતો બ્લેકમેલ,  કંટાળીને ભર્યું એવું પગલું કે જાણીને ચોંકી જશો

ગારીયાધારના ઠાસા ગામમાં રહેતી યુવતીએ આ જ ગામમાં રહેતા યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગારીયાધારના ઠાસા ગામમાં રહેતા રવિનાબેન રામજીભાઈ કાનાણી (ઉંમર વર્ષ.27) એ બે દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા ર લખેલી ચીઠી મળી આવી હતી, જેમાં ગામમાં રહેતો સચિન હરિભાઈ વોરા બ્લેકમેલ કરી અવારનવાર હેરાન કરતો હોય તેમ જ ફોનમાં મેસેજ કરતો હોય,આ શખ્સના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ બનાવ અંગે રવિનાબેનના પિતા રામજીભાઈ ઘુસાભાઇ કાનાણીએ પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ગારીયાધાર પોલીસે સચિન ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હિન્દુ યુવતીની વિધર્મી પ્રેમી સાથે મળી ગઈ આંખ, પ્રેમીને પામવા પતિની કરી એવી હાલત કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

અમદાવાદમાં લગ્નેત્તર સંબંધમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ વિધર્મીને પ્રેમીને પામવા પતિનું જ કાસળ કઢી નાંખ્યું હતું. ખોખરામાં હિન્દુ યુવતીએ વિધર્મી પ્રેમીને પામવા પતિની હત્યા કરી હતી.5 વર્ષથી યુવતિને વિધર્મી યુવક સાથે પ્રેમ હતો. આ માટે આરોપી પત્ની રાજકોટથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા લાવી હતી. રાત્રે દોઢ વાગે પતિ રોહિત બાંમણિયાને સેલફોસ દવા પીવડાવી પતિનું ગળું દબાવી હત્યા કરી હતી. અનુરાધા બાંમણિયા અને પ્રેમી ઈંઝમામ ખ્યાર સામે હત્યાની ફરિયાદ નોંધી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget