શોધખોળ કરો

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ દેડિયાપાડામાં 21, તિલકવાડામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો

ગઈ કાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધુંઆધાર બેટિંક કર્યું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 21 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધુંઆધાર બેટિંક કર્યું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 21 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આ પછી નર્મદાના તિલકવાડામાં 20, સુરતના ઉમરપાડામાં 17 ઇંચ, નર્મદાગના સાગબારામાં 17, વલસાડના કપરાડામાં 16, પંચમહાલના જાંબુઘોડામાં પોણા 18 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા 18, નર્મદાના નાંદોદમાં 14 ઇંચ, ડાંગ આહ્વામાં 13 ઇંચ, સુબિરમાં 12 ઇંચ, ધરમપુરમાં 10 ઇંચ, ગોધરા, ઉચ્છલ, સોનગઢ, માંગરોળમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ દેડિયાપાડામાં 21, તિલકવાડામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ખેડા, આણંદ, વડોદરા,પંચમહાલ અને દાહોદમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ દેડિયાપાડામાં 21, તિલકવાડામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો

તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ દેડિયાપાડામાં 21, તિલકવાડામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો

ગોધરા રેલવે સ્ટેશન ટ્રેક પર પાણી

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગોધરામાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગોધરા રેલવે સ્ટેશન ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાયા છે. મુંબઈ-દિલ્લી વચ્ચેનાં મુખ્ય ટ્રેક પર પાણી ભરાતા મહત્વની ટ્રેનોની અવર જવર પર અસર થઈ છે. જો કે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ટ્રેનોને ગોધરા રેલવે સ્ટેશનના આઉટર ઉપર રોકી દેવામા આવી છે. અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી છે. તાત્કાલિક મશીનો લગાવી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ દેડિયાપાડામાં 21, તિલકવાડામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો

ડેમમાં પાણી છોડાતા લોકો ફસાયા

નર્મદામાં કરજણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે અલગ અલગ વિસ્તારમાં 25 લોકો ખેતરમાં ફસાયા છે. જેની જાણ તાત્કાલિક SDRF અને NDRFને કરવામાં આવી છે અને એસ ડી આર એફ અને એન ડી આર એફે તમામ 25 લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું છે. સાથે જ કલેકટર અને એસ પી પણ સ્થળ પર પહોંચ્યા છે. બચાવ કામગીરી શરૂ કરવામા આવી છે. પહેલા તો 4 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે..જે બાદ 5 લોકોને બચાવવામાં આવ્યા જેમાં 4 મહિલાની સાથે એક મહિનાની બાળકી પણ હતી. આમ એક બાદ એક લોકોને બચાવીને સલામત સ્થળે ખશેડવામા આવ્યા છે. 6 કલાકની જહેમત બાદ તમામ 25 લોકોને સફળતા પૂર્વક બચાવી લેવામાં આવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ
Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
Embed widget